નવી દિલ્હીઃ મૂવી જોતા સમયે મલ્ટીપ્લેક્સમાં ફૂડ લઈ જવાની જો મંજૂરી પ્રાપ્ત થશે તો પછી ટીકિટ રેટમાં 20 થી 40 ટકા સુધીનો વધારો થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. એટલે કે અત્યારે ફિલ્મ જોવા માટે તમે 200 રુપિયા ખર્ચ કરી રહ્યા છે તો પછી તમારે 240-280 રુપિયા સુધીની રકમ ચૂકવવી પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે જો મલ્ટીપ્લેક્સમાં ફૂડ એન્ડ બેવરેજ લઈ જવાની મંજૂરી મળી જાય તો મલ્ટીપ્લેક્સના માલિકોને ફૂડ એન્ડ બેવરેજના વ્યાપારમાંથી મળતી રેવન્યૂ નહી મળી અને એટલા માટે તેની જગ્યાએ નફામાં થયેલી ઘટને પૂરવા માટે ફિલ્મની ટીકિટના ભાવમાં વધારો થઈ શકે છે.
મહત્વનું છે કે મલ્ટીપ્લેક્સ માટે ફૂડ એન્ડ બેવરેજનો વ્યાપાર ખૂબ મહત્વપૂર્ણ છે. મલ્ટીપ્લેક્સ માલીકોને ફિલ્મની ટીકિટમાંથી થતા નફા બાદ બીજા નંબરે સૌથી વધારે નફો ફૂડ એન્ડ બેવરેજમાંથી થાય છે. અને એટલા માટે જ મલ્ટીપ્લેક્સમાં રહેલું ફૂડ ઝોન મલ્ટીપ્લેક્સના માલિકો માટે ખૂબ મહત્વપૂર્ણ છે.