નવી દિલ્હીઃ મોદી સરકાર દેશમાં રોજગારીને લઈને નવો સર્વે કરાવશે. પીએમ આર્થિક સલાહકાર કાઉન્સિલના પ્રમુખ બિબેદ દેબરોયનો એક વીડિયો જાહેર થયો છે. આ વીડિયોમાં દેબરોય કહે છે કે નવા સર્વેમાં નવી નોકરીઓનો ઉલ્લેખ થશે. નોકરીઓ, રોજગાર, બિઝનેસ ઈન્વોયરમેન્ટનો એક મોટો ભાગ રાજ્યો અંતર્ગત આવે છે. અમે એનએસએસનો નવો દોર શરુ કરીશું જેની જાહેરાત જલદી જ કરવામાં આવશે. મને ભરોસો છે કે તે સર્વેમાં એ દેખાશે કે ખૂબ રોજગાર અને વ્યાપકસ્તર પર ઘણી નોકરીઓ શરુ થઈ છે.
દેબરોયે વીડિયોમાં કહ્યું છે કે ભારત પાસે 2011-12 બાદ રોજગાર વધારવાને લઈને કોઈ ઠોસ સાંખ્યિક આંકડો નથી. ભારતીય શ્રમબળ હજી પણ અનૌપચારિક અને અસંગઠિત ક્ષેત્રમાં છે. સર્વેમાં ભારતના રોજગાર ક્ષેત્રમાં શું થઈ રહ્યું છે તે મામલે ખૂબ સાચી સમજ પેદા નથી કરતું. દેબરોય અનુસાર વાસ્તવિક મુદ્દો રોજગારની સંખ્યા નહી પરંતુ રોજગારની ગુણવત્તા તેમજ વેતનના દર છે. તેમણે કહ્યું કે સરકાર સીમિત સંખ્યામાં જ રોજગાર ઉપલબ્ધ કરી શકે છે એટલા માટે મોટી સંખ્યામાં રોજગારીનું સર્જન સરકારની નોકરિઓથી બહાર થવું જોઈએ.
પીએમ આર્થિક સલાહકાર પરિષદના પ્રમુખ બિબેક દેબરોયનો આ સંબંધિત એક વીડિયો રક્ષા પ્રધાન નિર્મલા સીતારમણના ફેસબુક પેજ પર મુકવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે બેરોજગારીના કથિત ડેટા લીક અને આંકડાઓ પર થયેલા વિવાદ વચ્ચે દેબરોયનો આ વીડિયો ખૂબ ચર્ચામાં છે. જો કે દેબરોયે આ વીડિયોને 2 સપ્તાહ જૂનો જણાવ્યો છે.
વડાપ્રધાન મોદીની આર્થિક સલાહકાર પરિષદમાં 5 સભ્યો છે. આ પરિષદના અધ્યક્ષ બિબેક દેબરોય છે. તેઓ નીતિ આયોગના સભ્ય પણ રહી ચૂક્યા છે. આ પરિષદ વડાપ્રધાન મોદીને સલાહ આપવાનું કાર્ય કરે છે. વડાપ્રધાનની 5 સદસ્યોવાળી આર્થિક સલાહકાર પરિષદમાં પ્રતિષ્ઠિત અને શ્રેષ્ઠ અર્થશાસ્ત્રીઓ છે. આ પરિષદમાં ડો. સૂરજીત ભલ્લા, ડો. રથિન રોય અને ડો. આશિમાને પણ શામિલ કરવામાં આવ્યા છે. નીતિ આયોગના મુખ્ય સલાહકાર રતન વટાલને આના સદસ્ય સચિવ બનાવવામાં આવ્યાં છે.