પશ્ચિમ એશિયાની તંગદિલીએ ભારતીય શેરબજારમાં પાડયો કડાકોઃ ક્રૂડના ભાવ આસમાને

નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં સર્જાયેલા સંકટના કારણે આજે હાહાકાર મચી ગયો. BSE Sensex અને NIFTY જોરદાર પછડાયા. સપ્તાહના પ્રથમ સત્રમાં જ સેન્સેક્સ 787.98 અંક જ્યારે નિફ્ટી 233.60 અંક સુધી નીચે આવી ગયા. શેર બજારમાં આવેલા આ ભારે ઘટાડાના કારણે રોકાણકારોના એક જ દિવસમાં 3.36 લાખ રુપિયા ડૂબી ગયા. અમેરિકી ડ્રોન હુમલામાં ઈરાનના ટોચના કમાન્ડર કાસીમ સુલેમી માર્યા ગયા બાદ બંન્ને દેશો વચ્ચે આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. ઈરાને આનો બદલો લેવાની વાત કહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આવી સ્થિતિમાં ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવાની ચેતવણી આપી છે.

આ તમામ ઘટનાક્રમ વચ્ચે સોમવારના રોજ બ્રેંટ ક્રૂડનો ભાવ 70 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચી ગયો. આ સીવાય અન્ય કારણોથી પણ શેર બજારમાં જોરદાર ઘટાડો નોંધાયો છે. શેર બજારમાં ઘટાડાના કારણે લોકોએ સેફ હેવન માનવામાં આવતા સોનામાં રોકાણ કર્યું. ત્યારે આના કારણે ગોલ્ડની કીંમત અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તર પર પહોંચી ગઈ છે. વિષ્લેષણો અનુસાર ક્રૂડ ઓઈલની કીંમતોમાં આવેલી તેજીથી ભારતીય બજાર વધારે રિએક્ટ કરી રહ્યું છે.

સોનુ 720 રુપિયાની તેજી સાથે પોતાના અત્યાર સુધીના સૌથી ઉચ્ચતમ સ્તર 41,730 રુપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે. બ્રેંટ ક્રુડ ઓઈલનું ફ્યૂચર સોમવારના રોજ આશરે 2 ટકા વધીને 69.81 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગઈ છે. દિવસના વ્યાપારમાં ભારતીય મુદ્રા 24 પૈસા તૂટીને 72.04 રુપિયા પ્રતિ ડોલરના સ્તર પર પહોંચી ગઈ છે. શાંઘાઈ, હોંગકોંગ, ટોક્યો અને સિઓલમાં પણ શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો. યૂરોપીય બજારમાં પણ શરુઆતી સત્રમાં લાલ નિશાના પર રહ્યા.