Maruti Swift બની કાર ઓફ ધ યર, 7 નવી કાર સાથે હતી ટક્કર

નવી દિલ્હીઃ મારુતિ સુઝુકીની સ્વીફ્ટ ગાડીએ પ્રતિષ્ઠિત ઈન્ડિયન કાર ઓફ ધ યરનો એવોર્ડ જીતી લીધો છે. આ ગાડીને ફેબ્રુઆરીમાં ઓટો એક્સપો 2018 દરમિયાન લોન્ચ કરવામાં આવી હતી નવી જનરેશન સ્વિફ્ટ પણ પાછલા મોડલની જેમજ બજારમાં સફળ રહી છે. હકીકતમાં મારુતિ સ્વિફ્ટને સામાન્યરીતે ભારતમાં સૌથી વધારે પસંદ કરવામા આવે છે.

બીજી તરફ નવા Royal Enfield Interceptor 650 ને પણ એવોર્ડ પ્રાપ્ત થયો છે. Interceptor 650 ની ટક્કર 12 અન્ય બાઈક સાથે થઈ હતી.

ગત વર્ષે ICOTY 2018 ની વિજેતા કાર Hyundai Verna હતી. ICOTY 2019 અવોર્ડ્સ માટે મારુતિ સ્વિફ્ટને વર્ષના અંત સુધી લોન્ચ થયેલી સાત નવી ગાડીઓ સાથએ મુકાબલો કરવો પડ્યો. આમાં Hyundai Santro, Maruti Ertiga, Honda Amaze, Toyota Yaris, Mahindra Marazzo, Mahindra Alturas G4 અને Honda CR-V ના નામનો સમાવેશ થાય છે.

આપને જણાવી દઈએ કે કાલ સેલ્સ રિપોર્ટમાં મારુતિ સ્વિફ્ટ ભારતની ટોપ સેલિંગ કાર બની ગઈ છે. ICOTY અવોર્ડના 14 મા એડિશનમાં 18 સીનિયર ઓટો જર્નલિસ્ટની બેંચ હતી. ICOTY 2019 અવોર્ડ જે કે ટાયર્સના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ડો. રઘુપતિ સિંઘાનિયા દ્વારા મારુતિ સુઝુકીના એમડી અને સીઈઓને આપવામાં આવ્યો હતો.

વિનર 2018 મારુતી સ્વીફ્ટની વાત કરીએ તો આને 4.99 લાખ (એક્સ-શોરુમ, દિલ્હી) માં લોન્ચ કરવામાં આવી હતી. આ કાર બજારમાં પેટ્રોલ અને ડીઝલ બંન્ને ફોર્મેટમાં ઉપ્લબ્ધ છે. અહીંયા મેન્યુઅલ અને ઓટોમેટિક બંન્નેનો ઓપ્શન મળે છે. આના ટોપ ડીઝલ એએમટી વેરિએન્ટની કિંમત 8.76 લાખ રુપિયા સુધી છે.

નવી મારુતિ સુઝુકી સ્વિફ્ટ 1.2 લીટર પેટ્રોલ અથવા 1.3 લીટર ડીઝલ એન્જીન સાથે આવે છે. આનું પેટ્રોલ એન્જિન 83BHPનો પાવર અને 113NM નો પિક કોર્ક જનરેટ કરે છે. તો ડીઝલ એન્જિન 74 BHP નો પાવર અને 190NM નો પિક કોર્ક જનરેટ કરે છે. અહીંયા ટ્રાંસમિશન માટે 5 સ્પીડ મેન્યુઅલ અથના AMT યુનિટ મળે છે.