પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે સતત ચોથા દિવસે ઘટાડો

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે સતત ચોથા દિવસે ઘટાડો થયો છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 70 રુપિયા અને ડીઝલ 64 રુપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યો છે. પેટ્રોલના ભાવ આખા દેશમાં આ વર્ષના સૌથી નીચલા સ્તર પર આવી ગયા છે. આતરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવોમાં આવેલા ઘટાડા બાદ ભારતની કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી રહી છે.

ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર દિલ્હી, કોલકત્તા, મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલની કીંમતો ક્રમશઃ 69.86 રુપિયા, 71.96 રુપિયા, 75.48 રુપિયા અને 72.45 રુપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે. ચારેય મહાનગરોમાં ડીઝલના ભાવો ક્રમશઃ 63.83 રુપિયા, 65.59 રુપિયા, 66.79 રુપિયા અને 67.28 રુપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયા છે.

ગત અઠવાડિયે ક્રૂડના ભાવમાં 11 ટકાનો ઘટાડો થયો છે. હવે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં 55 ડોલર પ્રતિ બેરલથી નીચે પહોંચી ગયા છે. જાણકારોનું માનવું છે કે ક્રૂડ ઓઇલની ઓવરસપ્લાઇ અને માંગના ઘટાડાની લીધે ટૂંક સમયમાં ભાવ હજુ ઘટશે.