નવી દિલ્હીઃ ઇલેક્ટ્રિક વાહનોમાં લોકોના વધતા રસરુચિની સાથે એનું બજારનું કદ વધતું જઈ રહ્યું છે, પણ તેમ છતાં ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદકો અને એમના બેટરી સપ્લાયર્સ ટૂ વ્હીલર્સનીમાં આગ લાગવાની ઘટનાઓથી પરેશાન છે અને તેમની બેટરીમાં ઓવરહીટિંગના જોખમ સામેના સમાધાનના રસ્તાઓ શોધી રહ્યા છે.
પુણેમાં ઓલો ઇલેક્ટ્રિક S1 પ્રોમાં આગ લાગવાનો વિડિયો શનિવારે સોશિયલ મિડિયામાં વાઇરલ થયો હતો એ જ દિવસે તામિલનાડુના વેલ્લોરમાં એક વધુ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગી ગઈ હતી, જેમાં બે લોકોનાં મોત થયાં હતાં. ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાના કારણની તપાસ થઈ રહી છે અનમે હજી સુધી મૂળ કારણ માલૂમ પડ્યું નથી. પુરજા અને બેટરી ઉત્પાદકોને ઇલેક્ટ્રિક વાહનોના વધતા વેચાણ સામે સુરક્ષા મુદ્દે કામ કરી રહ્યા છે. બેટરીને વાહનમાં નીચા તાપમાને જાળવી રાખવી એક એક આદર્શ સ્થિતિ હશે, બેટરીક્ષના મેનેજિંગ ડિરેક્ટર આનંદ કાબરાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે દેશમાં બે-થ્રી વ્હીલર્સનું બજાર નીચા ખર્ચનું બજાર છે. કંપનીઓ બેટરીને ઠંડી રાખવા માટેનું સમાધાન શોધવા રાજી નથી.
કુલિંગ સોલ્યુશનના અભાવે ઉદ્યોગના નિષ્ણાતોએ કહ્યું હતું કે ફ્યુઝ અને અન્ય સાધનોના માધ્યમથી બેટરીની ડિઝાઇનમાં ઉચ્ચ સ્તરની સુરક્ષા ઊભી કરી શકાય છે. આ ઉપરાંત બેટરીમાં કોબાલ્ટ વાપરવાથી દૂર રહી શકાય છે, પણ આપણે ભવિષ્યમાં સોડિયમ અને અન્ય ટેક્નોલોજી શોધી કાઢવી પડશે, જેથી થર્મલ અને અન્ય જોખમો સામે રક્ષણ મેળવી શકાય અથવા જોખમ ઓછું કરી શકાય, એમ તેમણે કહ્યું હતું. નિષ્ણાતોનું કહેવું હતું કે બેટરીની અદલાબદલીથી આગનું જોખમ ઓછું કરવામાં મદદ મળી શકે છે.