નવી દિલ્હીઃ કોટક મહિન્દ્રા બેંકનું માર્કેટ કેપિટલાઈઝેશન સ્ટેટ બેંક ઓફ ઈંડિયા કરતા વધી ગયું છે. આ પહેલીવાર બન્યું છે. માર્કેટ વેલ્યુની દ્રષ્ટિએ કોટક મહિન્દ્રા બેંક એચડીએફસી બાદ બીજા નંબરની બેંક બની ગઈ છે. કોટક મહિન્દ્રા બેંકનું માર્કેટ કેપિટલાઈઝેશન સોમવારના રોજ 2.23 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું. તો એસબીઆઈનું માર્કેટ કેપ 2.22 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. એચડીએફસી બેંક 2.03 લાખ કરોડની માર્કેટ વેલ્યુ સાથે બેંકિંગ સેક્ટરનો બાદશાહ બનેલી છે.
સરકારી બેંક બેડ લોન અને કોર્પોરેટ સેક્ટરમાં વધી રહેલા ડિફોલ્ટર્સની સમસ્યા સામે ઝઝૂમી રહી છે. તેઓ મોટી લોન આપતાં પહેલા હવે વિચારવા લાગ્યાં છે અને તેમનું ફોકસ વ્યાપાર પર વધ્યું છે. જો કે રીટેલ બિઝનેસમાં પ્રાઈવેટ સેક્ટરની બેંકો ઘણા વર્ષોથી આગળ ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એસબીઆઈ સહિત સરકાર બેંક નોન પર્ફોર્મિંગ એસેટ્સ સહિત ઘણા મામલાઓનો સામનો કરી રહ્યાં છે તો બીજી તરફ રોકાણકારો ધીમેધીમે કોર્પોરેટ લેંડિંગ પર ફોકસવાળી પ્રાઈવેટ બેંકોની જગ્યાએ રીટેલ લેંડિંગ પર જોર આપનારી પ્રાઈવેટ બેંકો બાજુ શિફ્ટ થઈ રહ્યા છે. ત્યારે આને લઈને આવી બેંકોના શેર દર વર્ષે નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરી રહ્યાં છે.