શેલ કંપનીઓ પાસેથી કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલવાની તૈયારીમાં આયકર વિભાગ

નવી દિલ્હીઃ ઈનકમ ટેક્સ વિભાગ રજિસ્ટ્રેશન રદ કરવામાં આવેલી કંપનીઓ વિરૂદ્ધ રાષ્ટ્રીય કંપની વિધિ અધિકરણમાં કરોડોના બાકી કર વસૂલી માટે અરજી દાખલ કરી શકે છે. CBDT દ્વારા આ મામલે ઈનકમ ટેક્સ વિભાગને આદેશ આપવામાં આવ્યાં છે. દેશભરમાં એનસીએલટીની વિવિધ શાખાઓમાં આ મહિનાના અંત સુધી આ અરજીઓ દાખલ કરવા માટે અધિકારીઓની એક વિશેષ ટીમ બનાવવામાં આવશે.કોર્પોરેટ મામલાઓના મંત્રાલયને પણ આ જાણકારી મોકલવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે સીબીડીટી ઈનકમ ટેક્સ વિભાગ માટે નીતિઓ બનાવનારી શીર્ષસ્થ સંસ્થા છે. સીબીડીટીને ચિંતા છે કે સરકારના ફ્રોડ વ્યાપારિક ગતિવિધિઓ રોકવા અને કાળાધન વિરૂદ્ધ ચલાવવામાં આવેલા અભિયાન અંતર્ગત ઘણી શેલ કંપનીઓનું રજિસ્ટ્રેશન રદ કરી દેવામાં આવ્યું જેનાથી તેમનો કરોડોનો ટેક્સ બાકી રહી ગયો.

સીબીડીટીએ પોતાના તમામ ક્ષેત્રીય પ્રમુખોને પત્ર લખીને આદેશ આપ્યા હતા કે ઈનકમ ટેક્સ વિભાગને શેલ કંપનીઓમાં ફસાયેલા આ બાકી કરને વસૂલવા માટે તમામ પ્રયત્નો કરવા જોઈએ અને એના માટે અરજીઓ દાખલ કરવી જોઈએ.