નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ 19 મે, 2023એ રૂ. 2000 નોટને માર્કેટથી પરત લેવાનું એલાન કર્યું હતું. ત્યાર બાદથી રૂ. 2000ની નોટોને બેન્કોની પાસે બદલવામાં આવી રહી છે. હવે RBIએ કહ્યું હતું કે રૂ. 2000ના આશરે 97.26 ટકા નોટ બેન્કિંગ પ્રાણાલીમાં પરત આવી ગઈ છે, જ્યારે રૂ. 9760 કરોડના મૂલ્યની નોટ હજી પણ જનતાની પાસે છે. રિઝર્વ બેન્કે કહ્યું હતું કે રૂ. 2000ની બેન્ક નોટ ચલણમાં કાયદેસરની મુદ્રા બની રહેશે.
સામાન્ય જનતા દેશમાં RBIની 19 ઓફિસોમાં રૂ. 2000ની બેન્ક નોટ જમા કરાવી શકે છે અથવા એને બદલી શકે છે. લોકો પોતાની રૂ. 2000ની નોટ સીધા બેન્ક ખાતામાં જમા કરાવવા માટે એને વીમાકૃત્ર પોસ્ટ દ્વારા રિઝર્વ બેન્કના નિર્દિષ્ટ ઓફિસોમાં પણ મોકલી શકે છે.આ નોટોને બદલવા અથવા બેન્ક ખાતાઓમાં જમા કરાવવાની મર્યાદા પહેલાં 30 સપ્ટેમ્બર હતી, ત્યાર બાદ એ સમયમર્યાદા સાત ઓક્ટોબર સુધી વધારવામાં આવી હતી.બેન્ક શાખામાં ડિપોઝિટ અને એક્સચેન્જ –બંને સર્વિસ સાત ઓક્ટોબરે બંધ કરી કરવામાં આવી હતી. ત્યાર બાદ આઠ ઓક્ટોબરથી લોકોને Rbiએ 19 ઓફિસોમાં નોટ બદલવા અને જમા કરવાનો વિકલ્પ આપ્યો હતો. દરમ્યા હજી પણ rbi ઓફિસોમાં નોટ બદલવા અથવા જમા કરવા માટે કામકાજના કલાકો દરમ્યાન લોકોની લાંબી લાઇનો લાગે છે. રિઝર્વ બેન્કના અનુસાર 19 મે, 2023એ કામકાજના કલાકો પૂરા થયે રૂ. 2000ની નોટનું કુલ મૂલ્ય રૂ. 3.56 લાખ કરોડ હતી, એમ rbiની યાદી કહે છે.