નવી દિલ્હીઃ 2 મે એટલે કે આજથી કાચા તેલને લઈને ભારત અને ચીનના ટેન્શનમાં વધારો થવાનો છે. હકીકતમાં ગત દિવસોમાં અમેરિકાએ ઈરાનથી કાચા તેલ ખરીદનારા દેશો પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પ્રતિબંધની સૌથી વધારે અસર ભારત અને ચીન પર પડવાની છે. ત્યારે આવો જાણીએ કે કેવી રીતે અમેરિકાના આ નિર્ણયના કારણે ભારત અને ચીનની કેટલી મુશ્કેલીઓ વધી શકે છે.
હકીકતમાં, ભારત પોતાની જરુરિયાતનો આશરે 12 ટકા જેટલો કાચા તેલનો ભાગ, ઈરાનથી ખરીદે છે. અમેરિકી પ્રતિબંધ બાદ ભારત હવે ઈરાનથી કાચું તેલ ખરીદવાનું બંધ કરી શકે છે. ત્યારબાદ ભારતને નવા દેશોથી તેલ ખરીદવું પડશે જે મોંઘો સોદો સાબિત થઈ શકે છે. આ સીવાય આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કીંમતોમાં વધારો થવાની આશંકા છે. આની અસર એ થશે કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કીંમતોમાં વધારો થશે.
પેટ્રોલ અને ડીઝલની કીંમતોમાં વધારો થવાના મોંઘવારી વધવાની આશંકાઓ છે. ઉલ્લેખનીય છે કે મોંઘવારી વધવાથી સામાન્ય માણસની મુશ્કેલીઓમાં વધારો થશે. તો દેશના આર્થિક ગ્રોથ પર પણ આની નેગેટિવ અસર પડશે.
પરમાણુ સમઝુતીના ઉલ્લંઘનને લઈને અમેરિકાએ ગત વર્ષે ઈરાન પર વ્યાપાર સાથે જોડાયેલા પ્રતિબંધ લગાવ્યા હતા. જો કે અમેરિકાએ ચીન, ભારત, જાપાન, દક્ષિણ કોરિયા, તાઈવાન, તુર્કી, ઈટલી અને યૂનાનને 6 મહિના સુધી પ્રતિબંધથી છૂટ આપી હતી.
આનો અર્થ એ કે આ દેશોને 6 મહિનાનો સમય મળ્યો. આ સાથે અમેરિકાએ આ તમામ દેશોને ઈરાનથી આયાત કરવામાં આવનારા કાચા તેલમાં કપાત કરવા પણ કહ્યું હતું. આ છૂટ નવેમ્બર 2018માં શરુ થઈ હતી અને બે મેના રોજ સમાપ્ત થઈ ગઈ હતી.
આપને જણાવી દઈએ કે એપ્રિલ 2018 થી માર્ચ 2019 દરમિયાન ભારતને 4.66 કરોડ ટન કાચુતેલ ઈરાકે વેચ્યું. આ નાણાકીય વર્ષ 2017-18 ના 4.57 કરોડ ટનની તુલનામાં 2 ટકા વધારે છે. સાઉદી અરબ પારંપરિક રીતે ભારતને કાચા તેલની આપૂર્તિ કરનારો શીર્ષ દેશ છે પરંતુ 2017-18માં પ્રથમવાર ઈરાકે સાઉદી અરબનું સ્થાન છીનવી લીધું હતું.
સાઉદી અરબમાં 2018-19માં 4.03 કરોડ ટન કાચું તેલ આયાત કરવામાં આવ્યું, જે 2018-18 માં 3.61 કરોડ ટન તેલની આયાતથી વધારે છે. ઈરાન ભારતને કાચા તેલની આપૂર્તિ કરનારો ત્રીજો સૌથી મોટો દેશ છે.