રોકાણકારો DHFLના શેરોની ડિલિસ્ટ યોજના સામે સુપ્રીમમાં જશે

મુંબઈઃ દીવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પ લિ. (DHFL)ના રિટેલ રોકાણકારો નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)નીએ મોર્ગેજ લેન્ડરના શેરોને ડિલિસ્ટ કરવા માટે આપેલી રિઝોલ્યુશનની યોજના સામે સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યા છે. તેમની અરજીમાં રોકાણકારો NCLT અને સેબી પર ડિલિસ્ટિંગ વિશે પર્યાપ્ત માહિતી નહીં આપવાનો આરોપ મૂકતાં કહેશે કે કંપનીના શેરોની ડિલિસ્ટિંગની પ્રક્રિયા પિરામલ ગ્રુપની ઇન્સોલવન્સી અને બેન્કરપ્સી કાયદાની હેઠળ રિઝોલ્યુશનની યોજના હતી. જોકે આ માટેની એક અરજી ઔપચારિક રીતે કોર્ટમાં દાખલ કરવાની બાકી છે.

પિરામલ ગ્રુપની DHFLના શેરોને ડિલિસ્ટ કરાવવાનો પ્રસ્તાવનો જાન્યુઆરીમાં DHFLના લેણદારોએ સ્વીકાર કર્યો હતો. આ વાતથી અજાણ કેટલાય રોકાણકારોએ DHFLના શેરો ખરીદવાનું જારી રાખ્યું હતું. DHFLના રિટેલ રોકાણકારોની સંખ્યા ડિસેમ્બરમાં 3,16,000થી વધીને માર્ચ સુધીમાં 3,25,000 થઈ ગઈ હતી. 14 જૂને DHFLના શેરોમાં એક્સચેન્જીસમાં ટ્રેડિંગ થવાનું બંધ થયું હતું, જેથી રોકાણકારોએ જાણ કરવામાં આવી હતી કૈ રિઝોલ્યુશનની યોજનાના ભાગરૂપે શેરોને ડિલિસ્ટ કરવામાં આવ્યા છે. DHFLના શેરોમાં 10 ટકાની નીચલી સરકિટ લાગ્યા પછી ટ્રેડિંગ સેશનને અંતે રૂ. 16.70ના ભાવે બંધ રહ્યો હતો. જોકે NCLT દ્વારા રિઝોલ્યુશનની યોજનાને મંજૂરી આપતાં રોકાણકારો શેરમાં ભારે ખરીદી કરતાં શેરમાં ઉપલી સરકિટ લાગી હતી.

હવે DHFLના રિટેલ શેરહોલ્ડરોએ પોતાના નુકસાનની ભરપાઈ કરવા માટે જોઇન્ટ એક્શન ગ્રુપની રચના કરી હતી. આશરે 250 સભ્યોનું આ ગ્રુપ આ બાબતે સુપ્રીમ કોર્ટમાં જવાની યોજના બનાવી છે, જેથી પોતાના રોકાણનો થોડોક હિસ્સો વસૂલ કરી શકાય. તેમને લાગે છે કે DHFL પાસે પર્યાપ્ત સંપત્તિ છે.