નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન વિજય ગોયલે સંસદમાં ભારતના નાગરિકોની માથાદીઠ આવકને લઈને એક નિવેદન આપ્યું છે. વિજય ગોયલે જણાવ્યું કે ભારતના લોકોની માથાદીઠ આવક છેલ્લાં 4 વર્ષમાં 79,882 પર પહોંચી ગઈ છે. તેમણે જણાવ્યું કે યુપીએના 4 વર્ષના કાર્યકાળની સરખામણીમાં મોદી સરકારે પોતાના 4 વર્ષના કાર્યકાળમાં માથાદીઠ આવકમાં વધારો કર્યો છે.
વિજય ગોયલે આ અંગેના આંકડા આપતા જણાવ્યું કે 2011-12 થી 2014-15 સુધી પ્રતિ વ્યક્તિ માથાદીઠ આવક રુપિયા 67,594 હતી. દેશમાં લોકોની માથાદીઠ આવક 2011-12થી 2014-15 દરમિયાન રૂ. 67,594 થી જે 2014-15 થી નાણાકીય વર્ષ 2017-18 દરમિયાન રૂ. 79,882 પર પહોંચી છે.
વિજય ગોયલે લોકસભામાં પૂછાયેલા સવાલનો જવાબ આપતાં આ માહિતી આપી હતી. વિજય ગોયલે જણાવ્યું કે 2013-14માં 4.6 ટકાનો વધારો થયો છે. આંકડાઓ પર નજર કરવામાં આવે તો માથાદીઠ આવક 68,572 સુધી પહોંચી ગઈ હતી. 2014-15માં 6.2 ટકાનો વધારા સાથે આંકડા 72,805ના લેવલ પર પહોંચી ગઈ છે. 2015-16માં આ આંકડો 6.9 ટકાથી વધીને 77,826 અને 2016-17માં 82,229ના લેવલ પર પહોંચી છે.