નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામન સંસદમાં નાણાકીય વર્ષ 2023-24 માટે સામાન્ય બજેટ રજૂ કરી રહ્યાં છે. તેઓ રેલવે બજેટ પણ દેશની સામે મૂકી રહ્યા છે. બજેટ માટે તેણે રૂ. 2.4 લાખ કરોડની ફાળવણી કરી છે. અપેક્ષા છે કે આ વખતે રેલવે બજેટમાં રેલવેના અધૂરા પ્રોજેક્ટસને પૂરા કરવા પર અને નવા આધારભૂત માળખાને વિકસિત કરવા પર ભાર રહેશે. વડા પ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ હાઇ-સ્પીડ ટ્રેનને જલદી ઓપરેશનલ કરવા પર ધ્યાન કેન્દ્રિત રહેશે.
રેલવે સિસ્ટમના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે રેલવે બજેટમાં 20-25 ટકાના વધારા પર કામ કરી રહી છે. આ વર્ષ સરકારનું પ્રાથમિકતા શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન બનાવવા પર છે. આ વર્ષે રેલવેને ફાળવાતી રકમમાંથી નવા પાટા બિછાવવા, સેમી-હાઇ-સ્પીડ વંદે ભારત ટ્રેનોની સંખ્યા વધારવા, હાઇડ્રોજન સંચાલિત ટ્રેનોની સાથે-સાથે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂરો કરશે.
મૂડી ખર્ચનો ટાર્ગેટ રૂ. 10 લાખ કરોડનાણાપ્રધાને બજેટમાં મૂડી ખર્ચનો ટાર્ગેટ રૂ. 10 લાખ કરોડ કરવામાં આવ્યો છે. જે GDPના ત્રણ ટકા વધુ છે. સરકારે ગયા વર્ષના બજેટથી મૂડી ખર્ચમાં 33 ટકાનો વધારો કર્યો છે. ગયા વર્ષ બજેટમાં એના માટે રૂ. 7.5 લાખ કરોડની ફાળવણી કરી હતી. સરકારનું ધ્યાન આર્થિક ગ્રોથ માટે મૂડી ખર્ચ પર રહેશે. મ્યુનિસિપલ બોન્ડ માટે શહેરોએ તૈયાર રહેવું પડશે. શહેર પોતાના વિકાસ માટે બોન્ડ દ્વારા નાણાં એકત્ર કરી શકશે. શહેરી પાયાની સુવિધાના વિકાસ માટે ફંડ બનાવવામાં આવશે.