આઇસી15 ઇન્ડેક્સ 405 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટના બેન્ચમાર્ક – આઇસી15ના ઘટકોમાંથી સોલાના, અવાલાંશ, કાર્ડાનો અને બિનાન્સમાં 4થી 16 ટકાની રેન્જમાં વૃદ્ધિ થઈ હતી. એકમાત્ર ઘટેલો કોઈન ટ્રોન હતો, જેમાં 0.6 ટકાનો ઘટાડો થયો હતો. કોઇનમાર્કેટકેપ વેબસાઇટ અનુસાર ક્રીપ્ટોકરન્સી માર્કેટનું કુલ કેપિટલાઇઝેશન 819 અબજ ડોલર હતું.

દરમિયાન, ઇઝરાયલ સિક્યોરિટીઝ ઓથોરિટી ડિજિટલ એસેટ્સ માટે નવું કાનૂની માળખું ઘડવાનું વિચારી રહી છે. એને પગલે ડિજિટલ એસેટ્સને નાણાકીય રોકાણ સાધન ગણવામાં આવી શકે છે. બીજી બાજુ, મોરોક્કોની કેન્દ્રીય બેન્ક – બેન્ક અલ મગરીબે જાહેર કર્યું છે કે ક્રીપ્ટો સંબંધિત કાયદાના અમલ માટે સંબંધિત સંસ્થાઓ સાથે મંત્રણા શરૂ કરી છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.66 ટકા (405 પોઇન્ટ) વધીને 24,711 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 24,306 ખૂલીને 24,847ની ઉપલી અને 24,120 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.