મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે વૃદ્ધિનું વાતાવરણ જોવા મળ્યું હતું. માર્કેટના બેન્ચમાર્ક – આઇસી15ના ઘટકોમાંથી પોલીગોન અને કાર્ડાનો અનુક્રમે 5.86 ટકા અને 5.46 ટકા વધ્યા હતા. મુખ્ય ઘટેલા કોઇન અવાલાંશ, લાઇટકોઇન, શિબા ઇનુ અને ડોઝકોઇન હતા.
દરમિયાન, અમેરિકન સંસદસભ્ય સિન્થિયા લ્યુમિસે દેશમાં ડિજિટલ એસેટનું ટ્રેડિંગ સરળતાથી થઈ શકે એ માટેનું સકારાત્મક નિયમનકારી માળખું ઘડવાની દિશામાં કામ શરૂ કર્યું છે. બીજી બાજુ, નાઇજીરિયાની સરકારે ક્રીપ્ટોકરન્સી સહિતની ડિજિટલ એસેટ્સના વેચાણ વખતે મળનારા લાભ પર 10 ટકા કરવેરો લાદવાનો નિર્ણય લીધો છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.64 ટકા (233 પોઇન્ટ) વધીને 36,545 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 36,312 ખૂલીને 36,712ની ઉપલી અને 36,190 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.