આઇસી15-ઇન્ડેક્સ 527-પોઇન્ટ વધ્યોઃ બિટકોઇન ફરી $20,000ની ઉપર

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે સાંજ સુધીમાં સુધારો જોવા મળ્યો હતો. ફેડરલ રિઝર્વની બેઠકની મિનટ્સ જાહેર થવા પૂર્વેનો આ સુધારો હતો. તેની અસર તળે બિટકોઇન પણ 20,000 ડોલરની સપાટીની ઉપર (20,100) પહોંચી ગયો હતો.

બીજી બાજુ, અમેરિકામાં સ્ટોક્સ ફ્યુચર્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એસએન્ડપી 500ના ફ્યુચર્સમાં 0.2 ટકા, નાસ્દાક 100ના 0.3 ટકા તથા ડાઉ જોન્સના ફ્યુચર્સમાં 0.2 ટકાનો ઘટાડો થયો હતો.

રોકાણકારો ફ્યુચર્સમાં બિટકોઇનની વૃદ્ધિના અંદાજ અનુસાર સોદા પાડી રહ્યા છે. તેમાં કુલ ઓપન ઇન્ટરેસ્ટ 11.50 અબજ ડોલર પહોંચી ગયો છે.

માર્કેટમાં જે ધિરાણકર્તાઓને નાણાંભીડ નડી હતી તેમાંથી કેટલાક દેણું ચૂકવી શક્યા હોવાથી રોકાણકારોનો ઉત્સાહ વધ્યો હતો અને ક્રીપ્ટોની વેચવાલી અટકી હતી.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.98 ટકા (527 પોઇન્ટ) વધીને 27,126 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 26,599 ખૂલીને 27,667 સુધીની ઉપલી અને 25,812 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
26,599 પોઇન્ટ 27,667 પોઇન્ટ 25,812 પોઇન્ટ 27,126 પોઇન્ટ

ડેટાનો સમયઃ 6-7-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)