આઇસી15 ઇન્ડેક્સમાં 300 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટનો બેન્ચમાર્ક – આઇસી15 મંગળવારે 1,000 પોઇન્ટની રેન્જમાં વધ-ઘટ પામ્યો હતો. એના તમામ કોઇન ઘટ્યા હતા, જેમાં પોલીગોન, સોલાના, લાઇટકોઇન અને ચેઇનલિંક 4થી 5 ટકાની રેન્જમાં ઘટ્યા હતા. કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 1.118 ટ્રિલ્યન ડોલર રહ્યું હતું.

દરમિયાન, હોંગકોંગમાં નિયમનકારો નવાં ધારાધોરણો પ્રમાણે ક્રીપ્ટોકરન્સીના રિટેલ ટ્રેડિંગ માટે પ્રયત્નશીલ હોવાથી ક્રીપ્ટો એક્સચેન્જ – હુઓબીએ સ્થાનિક સ્તરે ક્રીપ્ટો ટ્રેડિંગના લાઇસન્સ માટે અરજી કરી છે. હુઓબી પોતાના નામનું નવું એક્સચેન્જ લોન્ચ કરવા માગે છે.

બીજી બાજુ, અમેરિકામાં કેલિફોર્નિયાના ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ પ્રોટેક્શન એન્ડ ઇનોવેશને ક્રીપ્ટોને લગતાં કૌભાંડો અને દગાબાજીથી નાગરિકોનું રક્ષણ કરવા માટે ક્રીપ્ટોકરન્સી સ્કેમ ટ્રેકર શરૂ કર્યું છે. આ ઉપરાંત, સાઉદી અરેબિયાની મહાકાય કંપની સાઉદી અરામકોએ વેબ3 ટેક્નોલોજીસમાં ખેડાણ કરવા માટે વેબ3 માર્કેટપ્લેસ – ડ્રોપગ્રુપ સાથે સમજૂતીપત્ર કર્યું છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.85 ટકા (300 પોઇન્ટ) ઘટીને 34,958 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 35,258 ખૂલીને 35,647ની ઉપલી અને 34,699 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.