IC15 ઇન્ડેક્સમાં 329 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ અર્થતંત્રને લગતી અનિશ્ચિતતાના વાતાવરણમાં ક્રિપ્ટોકરન્સીમાં શનિવારે સાધારણ ઘટાડો થયો હતો. નોંધપાત્ર રીતે બિટકોઇને 24,000 ડોલરની સપાટી તોડી હતી. આમ છતાં ગયા ઓક્ટોબર મહિના પછીનો બિટકોઇનનો આ મહિનાનો દેખાવ સૌથી સારો છે.અમેરિકામાં ફેડરલ રિઝર્વ આ વર્ષે વ્યાજદરમાં ઘણો મોટો વધારો નહીં કરે એવી ધારણાને પગલે ક્રિપ્ટોમાં વધુ રકાસ ટળ્યો છે. રોકાણકારોને આશા છે કે વ્યાજદરમાં મોટો વધારો ટળવાથી રોકાણની પરિસ્થિતિમાં સુધારો થશે.

ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જોમાં લગભગ 200 મિલિયન ડોલર મૂલ્યનાં લોંગ અને શોર્ટ ઓળિયાંનું લિક્વિડેશન કરવામાં આવ્યું હતું.અગાઉ, ક્રિપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – IC15 શનિવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.96 ટકા (329 પોઇન્ટ) ઊછળીને 33,820 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 34,150 ખૂલીને 34,539 સુધીની ઉપલી અને 33,160 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ

ખૂલેલો આંક ઉપલો આંક નીચલો આંક બંધ આંક
34,150 પોઇન્ટ 34,539 પોઇન્ટ 33,160 પોઇન્ટ 33,820  પોઇન્ટ
ડેટાનો સમયઃ 30-7-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)