આઇસી15 ઇન્ડેક્સમાં 1,706 પોઇન્ટનો ઘટાડો 

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં નફો અંકે કરવાના વલણને લીધે બિટકોઇન સહિતની મુખ્ય કરન્સીમાં ભાવ ઘટ્યા હતા. બિટકોઇન ફરી 44,000 ડૉલરની નીચે પહોંચી ગયો છે.

બીજી બાજુ, રશિયા અને યુક્રેન વચ્ચે બીજા દોરની મંત્રણા થવાની છે તેને અનુલક્ષીને ઈક્વિટી અને ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં અનિશ્ચિતતાની સ્થિતિ પ્રવર્તે છે. અમેરિકામાં ફેડરલ રિઝર્વના ગવર્નર જેરોમ પોવેલે આ મહિનાના અંત ભાગમાં વ્યાજદરમાં ઓછામાં ઓછા 25 બેઝિસ પોઇન્ટનો વધારો કરવાની શક્યતા વ્યક્ત કરી છે.

નિષ્ણાતોનું કહેવું છે કે રશિયાએ યુક્રેન પર કરેલા આક્રમણની સ્થિતિમાં ક્રીપ્ટો ઉદ્યોગ પર પ્રતિકૂળ અસર થશે. આ સંઘર્ષને લીધે એશિયાનાં અર્થતંત્રોમાં ઘણી અસર જોવા મળી છે.

ગુરુવારે બિટકોઇન લગભગ 2 ટકા ઘટીને 43,291 ડૉલરની આસપાસ પહોંચ્યો હતો. ઈથેરિયમમાં ત્રણ ટકા ઘટાડા સાથે ભાવ 2,888 ડૉલર થયો હતો.

દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલા વિશ્વના સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15માં ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ઇન્ટ્રાડે ધોરણે 3,357 પોઇન્ટનો ઉતારચડાવ થયા બાદ ઇન્ડેક્સ 2.70 ટકા (1,706 પોઇન્ટ) ઘટીને 61,595 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 63,301 ખૂલીને 64,563 સુધીની ઉંચી અને 61,206 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
63,301 પોઇન્ટ 64,563 પોઇન્ટ 61,206 પોઇન્ટ 61,595

પોઇન્ટ

ડેટાનો સમયઃ 3-3-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)