આઇસી15 ઇન્ડેક્સ 614 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ અમેરિકન ન્યાય ખાતું ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જ બાઇનાન્સ પર છેતરપિંડી બદલ ખટલો માંડવાનું વિચારી રહ્યું હોવાના અહેવાલોને પગલે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ગુરુવારે ઘટાડો નોંધાયો હતો. બિટકોઇનના ભાવમાં 1.10 ટકાનો ઘટાડો થયો હતો. દરમિયાન, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.57 ટકા (614 પોઇન્ટ) ઘટીને 38,410 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 39,024 ખૂલીને 39,124ની ઉપલી અને 38,144 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના તમામ ઘટક કોઇનના ભાવમાં ઘટાડો થયો હતો, જેમાંથી લાઇટકોઇન, એક્સઆરપી, ડોઝકોઇન અને ચેઇનલિંક ચારથી પાંચ ટકાના ઘટાડા સાથે સૌથી વધુ ઘટેલા કોઇન હતા.

બીજી બાજુ, યુનાઇટેડ આરબ એમિરેટ્સ પોતાના નાગરિકોને 6,000 કરતાં વધુ ખાનગી અને સરકારી સેવાઓ પ્રાપ્ત કરવાની સુવિધા આપવા અર્થે ડિજિટલ ઓળખપત્ર આપવાનું વિચારી રહ્યું છે. અન્ય એક અહેવાલ મુજબ હોંગકોંગે રિટેલ ટ્રેડરો માટે ક્રીપ્ટો ટ્રેડિંગ લોન્ચ કર્યું છે. આ ટ્રેડર્સને ક્રીપ્ટોકરન્સી સેવાઓ ઓફર કરનારા હેશકી એક્સચેન્જને નવા ક્રીપ્ટો કાયદા હેઠળ પ્રથમ લાઇસન્સ આપવામાં આવ્યું છે.