સરળ નથી હાઉસિંગ સોસાયટીના સેલ્ફ રિડેવલપમેન્ટનો રસ્તો, વાંચો વધુ વિગતો…

નવી દિલ્હીઃ હાઉસિંગ સોસાયટીના રિડેવલપમેન્ટનો મામલો ત્યાંના નિવાસીઓ માટે ટાઢી ખીર સાબિત થઈ શકે છે. બિલ્ડર માત્ર વચનો આપીને દૂર ખસી જાય છે અને ઘર ખરીદનારા ફસાઈ જાય છે. બિલ્ડરોના ખોટા વાયદાઓની મુશ્કેલીમાં મુકાયેલી ઘણી હાઉસિંગ સોસાયટી પોતે જ રિડેવલપમેન્ટ કરાવવા લાગી છે. ત્યાં રહેનારા લોકો આના માટે કોન્ટ્રાક્ટર અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટને તેની જવાબદારી આપે છે.

બિલ્ડરોને રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ આકર્ષક દેખાય છે. આમાં તેમને એક્સટ્રા ઈનવેન્ટરી વેચીને વધારે પૈસા કમાવવાની તક દેખાય છે. જો કે રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં એડિશનલ ઈન્વેન્ટરી વેચવાથી પ્રાપ્ત થતા સરપ્લસની રકમ સોસાયટી પાસે રહેવી જોઈએ અને તેમને આના મેમ્બર્સમાં સરખા ભાગે વહેંચવામાં આવવી જોઈએ. એનારોક પ્રોપર્ટી કન્સલ્ટન્ટના ચેરમેન અનુજ પુરીએ કહ્યું કે સેલ્ફ રિડેવલપમેન્ટનો મોટો ફાયદો એ છે કે સોસાયટીના મેમ્બર્સને પ્રોપર્ટીનો લાભ મળે છે ન કે બિલ્ડર્સને.

આ સીવાય બિલ્ડર જ્યાં 15-20 ટકા વધારે કારપેટ એરિયાનો વાયદો કરશે ત્યાં જ સેલ્ફ રિડેવલપમેન્ટમાં મેમ્બર્સ 40-50 ટકા વધારે એરિયા પ્રાપ્ત કરી શકે છે. જ્યાં બિલ્ડર્સ મેમ્બર્સથી એવી પાવર ઓફ એટર્ની લે છે જેનાથી તમામ લેન્ડ રાઈટ્સ તેના હાથમાં ચાલ્યા જાય છે ત્યાં જ સેલ્ફ રિડેવલપમેન્ટમાં પ્રોપર્ટી રાઈટ્સ સોસાયટી પાસે રહે છે.

સેલ્ફ રિડેવલપમેન્ટ માટે જરુરી છે કે જમીનની માલિક સોસાયટી હોય. સોસાયટીને તમામ મેમ્બર્સ સીવાય લોકલ રજિસ્ટ્રાર ઓફિસને પણ જાણકારી આપીને સ્પેશિયલ મીટિંગ બોલાવવાની રહેશે જે પોતાનો એક પ્રતિનિધિ મીટિંગમાં મોકલશે. એવો કોઈ કાયદો તો નથી કે તમામ મેમ્બર્સના રાજી થવા પર જ આગળ કામ વધે પરંતુ સેલ્ફ રિડેવલપમેન્ટ માટે લોન આપનારી મોટાભાગની બેંક 100 ટકા લિખિત સહમતિને અનિવાર્ય કરી ચૂક્યા છે.

NARDECO ના નેશનલ પ્રેસિડેન્ટ નિરંજન હીરાનંદાનીએ કહ્યું કે 100 ટકા સદસ્યોનું રાજી થવું તો મુશ્કેલ છે. સામાન્ય રીતે એવા પ્રોજ્કટ પર મેજોરિટીના મતના આધાર પર કામ થાય છે. સહમતિ લીધા બાદ સોસાયટી કોઈ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ હાયર કરે છે. કોન્ટ્રાક્ટરો અને એન્જિનીયરોને હાયર કરવા, અપ્રૂવલ્સ લેવા અને અનયૂઝ્ડ ફ્લેટ્સ વેચવા અને લોનની વ્યવસ્થા કરવા અને સમય પર પ્રોજેક્ટ પૂરો કરવાની જવાબદારી કન્સલ્ટન્ટ ઉઠાવી શકે છે.

જો સોસાયટી કન્સલ્ટન્ટ હાયર ન કરે તો તેને બિલ્ડર, આર્કિટેક્ટ અને વકીલ હાયર કરવા માટે ટેન્ડર જાહેર કરવું પડશે. તમામ એવા પ્રોજેક્ટ્સ માટે ફંડિંગના વિકલ્પ ખૂબ સિમિત છે. મહારાષ્ટ્રમાં મુંબઈ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકે આના માટે લોન આપવાની શરુ કરી છે.