નવી દિલ્હી- હોટલમાં જમવા પર સરકારે જીએસટી રેટ ઘટાડવાનો નિર્ણય લીધા બાદ પણ તમામ જગ્યાએ તેની અસર પડી નથી. જીએસટી રેટમાં ઘટાડા બાદ હોટલમાં જમવાનું સસ્તુ થશે તેવી લોકોને આશા હતી, પરંતુ પ્રથમ દિવસે તો ગ્રાહકોને કંઈ ખાસ ફાયદો ન થયો.
હોટલ-રેસ્ટોરન્ટમાં જમવાના બિલ પર જીએસટી રેટને 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાના સરકારના નિર્ણયનો પ્રથમ દિવસે મિશ્ર પ્રતિસાદ મળ્યો. ગ્રાહકોની અપેક્ષા હતી કે બહાર જમવાનું સસ્તું થશે, પરંતુ તમામ જગ્યાએ આવું ન થયું કારણ કે હોટલોએ ઈનપુટ ટેક્સ ક્રેડિટ લોસની ચુકવણી માટે ખાવા-પીવાના સામાનના ભાવ વધારી દીધા છે. જો કે કેટલાક ગ્રાહકોએ જણાવ્યું કે અમને ફાયદો થયો છે.
દિલ્હીની એક રેસ્ટોરન્ટમાં ખાદ્યપદાર્થો તેમના પ્રિય શેફ્સ પાસેથી ગમતી વસ્તુ મેળવવા પહેલા જેટલા જ પૈસા આપવા પડ્યા, કારણકે હોટલે આ ડીશનો ભાવ 395 રૂપિયા વધારીને 445 રૂપિયા કર્યો છે. ઓવરઑલ બિલ પહેલાના 466.10 રૂપિયાની જગ્યાએ 467.50 રૂપિયા જેટલું બન્યું. કરવેરા નિષ્ણાતોએ અનુમાન લગાવ્યું હતુ કે હોટલના મેનુ પર સંભવિત પ્રાઈઝ હાઈક છતા 5 ટકા જીએસટી લગાવવાથી ગ્રાહકો માટે 5 થી 8 ટકા સસ્તું થઈ જશે. પણ હાલ આવી આશા ઠગારી નિવડી છે.