શેલ કંપની કાર્યવાહીની અસરઃ 5,32,063 રજિસ્ટર્ડ કંપની બંધ

નવી દિલ્હી– શેલ કંપનીઓ પર થયેલી સખત કાર્યવાહીની અસર કંપનીઓ મોટા પ્રમાણમાં બંધ થવા રુપે સામે આવી છે. તાજા આંકડા પ્રમાણે કુલ રજિસ્ટરેડ કંપનીઓમાંની 30 ટકા કંપનીઓ બંધ થઇ ગઇ છે.

દેશમાં હાલના સમયમાં 16.96 લાખ રજિસ્ટર્ડ કંપનીઓ છે જેમાંથી 5.32 લાખ કંપનીઓ બંધ થઇ ગઇ છે.

કોર્પોરેટ અફેયર્સ મંત્રાલયના જણાવ્યાં પ્રમાણે સપ્ટેમ્બર 2017 સુધી દેશમાં કુલ 16,96,792 કંપની રજિસ્ટર્ડ હતી. જેમાથી 5,32,063 કંપની બંધ થઇ. આમાં 4.90 લાખ કંપની એવી છે જે પૂર્ણતયાઃ બંધ થઇ ગઇ છે. બાકી કંપનીઓ મર્જર, એલએલપીમાં પરિવર્તિત થઇને બંધ થઇ છે. આ રીતે બંધ કંપનીઓમાં 90 ટકા કંપનીઓ શેલ કંપનીઓ છે.

નોટબંધી દરમિયાન કાળું નાણું હેરફેર કરવા 28000થી વધુ કંપનીઓએ 49 હજારથી વધુ બેંક ખાતાં દ્વારા 10.200 કરોડ રુપિયાની હેરફેર કરી હતી. જેમાં એક કંપનીના તો 2134 બેંક એકાઉન્ટ હતાં.