એચડીએફસી બેન્કે એટી-1 મસાલા બોન્ડ્સ ગિફ્ટ-આઈએફએસસીમાં લિસ્ટ કર્યાં

મુંબઈ : દેશની અગ્રણી ખાનગી બેન્ક એચડીએફસી બેન્કે તેનાં રૂ.739 કરોડનાં એટી-1 મસાલા બોન્ડ્સ ગિફ્ટ આઈએફએસસીમાં એક્સક્લુઝિવલી લિસ્ટ કર્યાં છે.

આ લિસ્ટિંગ અંગે ઈન્ડિયા આઈએનએક્સના એમડી અને સીઈઓ વી. સુબ્રહ્મણ્યને કહ્યું કે

ઈન્ડિયા આઈએનએક્સ પર એચડીએફસી બેંકના 739 કરોડ રૂપિયાના પ્રથમ એટી -1 મસાલા બોન્ડના લિસ્ટીગનો અમને ગર્વ છે. ઈન્ડિયા આઈએનએક્સ પર એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી) અને એનટીપીસી લિમિટેડનાં બોન્ડ્સ પણ લિસ્ટેડ છે. આ સાથે ઈન્ડિયા આઈએનએક્સ પર  રૂ.5,889 કરોડનાં લિસ્ટેડ મસાલા બોન્ડ ઇશ્યૂ થયા છે અને કુલ બોન્ડ લિસ્ટિંગ 55 યુએસ અબજ ડોલરનું થયું છે, જેમાં 33 અબજ ડોલરની મીડિયમ ટર્મ નોટ્સનો સમાવેશ થાય છે. આ પ્રથમ ટ્રાન્ઝેક્શન અન્ય બેન્કો અને દેશના અન્ય ઈશ્યુઅરો માટે ઈન્ડિયા આઈએનએક્સ મારફત વિદેશી મૂડીરોકાણ એકત્ર કરવાનો માર્ગ ખોલી નાખશે.

આઈએફએસસીએના ચેરમેન ઈંજેતી શ્રીનિવાસે કહ્યું કે ગિફ્ટ સિટી આઈએફએસસીમાંનાં ઈન્ટરનેશનલ એક્સચેન્જીસ ભારતીય બેન્કો અને કંપનીઓમાં એટી-1 બોન્ડ્સના રૂપે ઋણ પ્રાપ્ત કરવા માટેનાં પસંદગીનાં સ્થળ બની રહ્યાં છે.

એચડીએફસી બેન્કના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શશિધર જગદીશને કહ્યું કે અમે પ્રથમ એટી-1 મસાલા બોન્ડ્સ લિસ્ટ કર્યો તેનો આનંદ છે. આ ઈશ્યુ પ્રાઈવેટલી પ્લેસ્ડ હતો. અમે માનીએ છીએ કે અમારા સમાન ઉચ્ચ રેટિંગ ધરાવનારા ઈશ્યુર્સ માટે આ મોટી તક છે. ગિફ્ટ સિટીને ગ્લોબલ ફાઈનાન્સિયલ હબ બનાવવાની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. ભારતીય ઈશ્યુર્સ માટે ગિફ્ટ સિટી પસંદગીનું સ્થળ બની રહ્યું છે.