દેશમાં સીએનજી, પીએનજીના ભાવ વધી શકે છે

નવી દિલ્હીઃ ક્રૂડ તેલનો ભાવ વધ્યા બાદ આ વર્ષે ગેસની વૈશ્વિક કિંમત વધી શકે છે. એને પરિણામે ભારતમાં સીએનજી અને પીએનજીના ભાવ પણ વધવાની સંભાવના છે.

કોટક ઈન્સ્ટિટ્યૂશનલ ઈક્વિટીઝ દ્વારા ગેસ માર્કેટના હાથ ધરાયેલા મૂલ્યાંકન અનુસાર, ઘરેલુ ગેસની કિંમત બમણી થઈ શકે છે.