GST: માર્ચ 2018 સુધી નવા MRPથી વેચાણ કરી શકશે કંપનીઓ, 3 મહિના મુદત વધી

નવી દિલ્હી– સરકારે કંપનીઓને નવા એમઆરપી સ્ટિકર સાથે પોતાની વસ્તુઓ વેચવા સમય વધારીને ડિસેમ્બરની જગ્યાએ માર્ચ 2018 કરી દીધી છે. એટલે કે હવે કંપનીઓ માર્ચ 2018 સુધી અનસોલ્ડ પેકેજ્ડ પ્રોડક્ટ નવા પ્રાઈઝ સ્ટિકર લગાવીને વેચી શકે છે. જીએસટી કાઉન્સીલે નવેમ્બરમાં 178 પ્રોડક્ટ પર ટેક્સ રેટ ઘટાડ્યો હતો.

સરકારે વધારી સમય મર્યાદા

કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટર રામવિલાસ પાસવાને જણાવ્યું કે કંપનીઓ જૂના અનસોલ્ડ સ્ટોક પર નવા એમઆરપી સ્ટિકર લગાવીને  માર્ચ 2018 સુધી વેચી શકે છે. નવેમ્બરમાં જીએસટી કાઉંસિલે 200 પ્રોડક્ટની કીંમતો પર ટેક્સ રેટ રિવાઝ કર્યું હતું તો મિનિસ્ટ્રીએ લીગલ મેટ્રોલોજી રૂલ્સ 2011 અંતર્ગત નવા પ્રાઈઝ સ્ટીકર સાથે પ્રોડક્ટ વેચવાની મંજૂરી આપી દીધી હતી. અત્યાર સુધીમાં જીએસટી અંતર્ગત ડિસેમ્બર સુધી કંપનીઓને અનસોલ્ડ સ્ટોક પર નવા સ્ટીકરો લગાવીને વેચવાની મંજૂરી આપી હતી જેને માર્ચ 2018 કરી દિધી હતી.

જીએસટી કાઉંસિલે ઘટાડ્યો હતો ટેક્સ

જીએસટી કાઉંસિલે મોટી રાહત આપતા 211 વસ્તુઓ પરના ટેક્સ સ્લેબમાં ઘટાડો કર્યો હતો. આશરે 178 વસ્તુઓને 28 ટકાથી 18 ટકાની કેટેગરીમાં મુકવામાં આવી હતી તો આના સિવાય તમામ પ્રકારના રેસ્ટોરંટ્સ માટે ટેક્સ સ્લેબને 5 ટકા કરી દેવામાં આવ્યો હતો જેના કારણે લોકો માટે બહારનું ખાવાનું સસ્તુ થઈ શકે.