સરકારની ઓનલાઇન ફાર્મસી કંપનીઓ પર લાલ આંખ

નવી દિલ્હીઃ સામાન્ય રીતે કોઈ વિસ્તારમાં દવાની દુકાન ખોલતાં પહેલાં ફાર્માસિસ્ટના સર્ટિફિકેટની જરૂર હોય છે. દેશના લાખ્ખો ફાર્માસિસ્ટ છેલ્લા કેટલાક દિવસોથી સરકારથી માગ કરી રહ્યા છે કે ઓનલાઇન ફાર્મસી કંપનીઓ પર સખતાઈ કરવામાં આવે. જોકે ઓનલાઇન દવા ઓર્ડર કરવાના નવા પ્રકારથી દેશના લાખ્ખો લોકોનું ભલું કર્યું છે. ખાસ કરીને સિનિયર સિટિજન્સને એનાથી ગણી સુવિધા મળી રહે છે. દર્દીઓ માટે ઓનલાઇન દવા ઓર્ડર કરવી સુવિધાજનક થઈ ગયું છે. જોકે મોટી કંપનીઓ અને કેમિસ્ટોની વચ્ચે આને કારણે વિવાદ ઊભો થયો છે.

રિલાયન્સ, ટાટા, ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી કંપનીઓએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઓનલાઇન ફાર્મસી બિઝનેસ આક્રમક રીતે વધાર્યો છે અથવા આ કંપનીઓએ કોઈ કંપની ખરીદી લીધી છે. આ કંપનીઓમાં લાખ્ખો ડોલરના મૂડીરોકાણ થકી વેપાર વિસ્તર કરવાના પ્રયાસ કરી રહી છે. જોકે સેન્ટ્રલ ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટી (DCGI)એ દેશની 20 ઓનલાઇન ફાર્મસીને કારણ દર્શક નોટિસ જારી કરી છે.

ઓનલાઇન ફાર્મ કંપની દવા વેચવાનું કામ કરે છે, જે ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940ની જોગવાઈઓનું ઉલ્લંઘન છે. આ કાયદો કહે છે કે દવા વેચવાનું કામ રજિસ્ટર્ડ કેમિટ્સ જ કરી શકે છે, જેને રાજ્ય સરકાર પાસેથી પ્રકારનો વેપાર કરવા માટે લાઇસન્સ લેવાની જરૂર રહે છે. ઓનલાઇન કંપનીઓએ આ પ્રક્રિયાનું પાલન નથી કર્યું, જેથી આ કંપનીઓ તપાસના દાયરામાં આવી ગઈ છે. આઠ ફેબ્રુઆરીએ DCGIએ કહ્યું હતું કે ઓનલાઇન ફાર્મસી બે દિવસમાં જવાબ આપે. જોકે હજી એ માહિતી નથી મળી કે આ કંપનીઓએ DCGIને જવાબ આપ્યો કે નહીં.