મુંબઈ – અમેરિકન મલ્ટીનેશનલ ઈન્વેસ્ટમેન્ટ બેન્ક મોર્ગન સ્ટેનલીનું માનવું છે કે વૈશ્વિક સ્તરે આર્થિક મંદીનાં ભણકારા વાગી રહ્યા છે અને કદાચ આજથી 9 મહિનામાં જ દુનિયાભરમાં આર્થિક મંદી ફરી વળે એવી સંભાવના છે.
દુનિયાના બે સૌથી મોટા અર્થતંત્ર – અમેરિકા અને ચીન વચ્ચે હાલ ચાલી રહેલી વ્યાપાર તંગદિલી દુનિયાભરમાં આર્થિક મંદી લાવે એવી સંભાવના છે.
ન્યૂ યોર્ક સિટીમાં જેનું વડુંમથક છે તે ફાઈનાન્સિયલ સર્વિસીસ કંપની મોર્ગન સ્ટેનલીનું માનવું છે કે દુનિયાભરની અર્થવ્યવસ્થાઓ મંદીનો સંકેત આપી રહી છે અને હવે પછીનો તબક્કો વૈશ્વિક મંદીનો હશે અને આ મંદી 9 મહિનામાં આવી શકે છે.
મોર્ગન સ્ટેનલીનું માનવું છે કે અમેરિકા તરફથી વ્યાપાર યુદ્ધ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે તો એ ચીનમાંથી આયાત કરાતી તમામ ચીજવસ્તુઓ પર ડ્યૂટી વધારીને 25 ટકા કરી દેશે. એને લીધે દુનિયાભરમાં મંદી આવી જશે.
મોર્ગન સ્ટેનલીનું એમ પણ માનવું છે કે હાલ ભારતમાં આર્થિક મંદીનાં લક્ષણો દેખાતા નથી, પરંતુ ત્યાં વાહન ઉદ્યોગ જેવા અમુક ક્ષેત્ર મંદીની એકદમ નિકટમાં છે.