ભારતમાં મહિલાઓનું વેતન પુરુષોથી 19 ટકા ઓછું, સર્વે

નવી દિલ્હીઃ દેશમાં મહિલાઓ અને પુરુષો વચ્ચે સેલરી મામલે ભેદભાવ હજી ચાલુ જ છે. તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વે અનુસાર, દેશમાં મહિલાઓને પુરુષોના મુકાબલે 19 ટકા ઓછું વેતન પ્રાપ્ત થાય છે. લેટેસ્ટ મોનસ્ટર સેલરી ઈન્ડેક્સ અનુસાર, દેશમાં વર્તમાન જેન્ડર પે ગેપ એટલે કે પુરુષોના મુકાબલે મહિલાઓને 19 ટકા ઓછું વેતન પ્રાપ્ત થાય છે એટલે કે પુરુષ મહિલાઓની તુલનામાં દર કલાકે 46 રુપિયા અને 19 પૈસા વધારે પ્રાપ્ત કરે છે.

2018 માં દેશમાં પુરુષોની સરેરાશ સેલરી દર કલાકે 242.49 રુપિયા હતી અને મહિલાઓને દર કલાકે માત્ર 196.3 રુપિયા જ મળી રહ્યા છે. સર્વે અનુસાર ઘણી મહત્વની ઈન્ડસ્ટ્રીમાં આ સેલરી મામલે આ ભેદભાવ ખૂબ વધારે છે. IT/ITES સર્વિસીઝમાં પુરુષોના મુકાબલે મહિલાઓને 26 ટકા ઓછું વેતન, જ્યારે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં મહિલાઓને 24 ટકા ઓછું વેતન મળી રહ્યું છે.

ચોંકાવનારી વાત તો એ છે કે સર્વે અનુસાર, હેલ્થકેર, કેરિંગ સર્વિસીઝ અને સોશિયલ વર્ક જેવા સેક્ટરોમાં પણ પુરુષ, મહિલાઓથી 21 ટકા વધારે વેતન પ્રાપ્ત કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે આ સેક્ટરોમાં સામાન્ય રીતે મહિલાઓનો દબદબો માનવામાં આવે છે.

સર્વેમાં સામે આવ્યું છે કે બેંકિંગ અને ઈન્શ્યોરન્સ જેવી નાણાકિય સર્વિસીઝ સેક્ટરમાં પુરુષ મહિલાઓની તુલનામાં માત્ર 2 ટકા જ વધારે પૈસા પ્રાપ્ત કરી રહ્યા છે. સેલરીમાં ભેદભાવનું આ અંતર 10 વર્ષના અનુભવ સાથે સૌથી વધારે થઈ જાય છે. 10 વર્ષના અનુભવ વાળા પુરુષ, આ જ અનુભવ વાળી મહિલાઓના મુકાબલે 15 ટકા વધારે કમાઈ રહ્યા છે.

2017 માં મહિલા અને પુરુષમાં સેલરીના ભેદભાવનું આ અંતર 20 ટકા હતું, જ્યારે 2018માં આ અંતર 1 ટકા જ ઓછું થયું છે.

MSI એક કેમ્પેઈન છે જેને મોનસ્ટર ઈન્ડિયા Paycheck.in અને આઈઆઈએમ અમદાવાદ સાથે મળીને ચલાવી રહી છે. મોનસ્ટર.કોમે દેશમાં કામકાજી મહિલાઓ અને વર્કપ્લેસ પર થનારી ચિંતાઓને સમજવા માટે વુમન ઓફ ઈન્ડિયા ઈન્ક સર્વે પણ કર્યો છે.

સર્વેમાં ખ્યાલ આવ્યો છે કે આશરે 71 ટકા પુરુષ અને 66 ટકા મહિલાઓએ મહેસૂસ કર્યું કે તેમના સંસ્થાનો માટે લૈંગિક સમાનતા પ્રથમ પ્રાપ્થમિકતા હોવી જોઈએ. તો આશરે 60 ટકા મહિલાઓનું માનવું છે કે વર્કપ્લેસ પર તેમની સાથે ભેદભાવ કરવામાં આવે છે.