નવી દિલ્હી– વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકારના ડેટા લોકલાઈઝેશનના પ્રોજેક્ટમાં અબજોપતિ ગૌતમ અદાણીએ રસ દાખવ્યો છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર 10 અબજ ડોલરની નેટવર્થ ધરાવતાં ગૌતમ અદાણી દક્ષિણી રાજ્યમાં 70 હજાર કરોડ રૂપિયા (10.20 અબજ ડોલર)ના રોકાણથી અનેક ડેટા પાર્કની સ્થાપના કરી શકે છે. જો કે, ગુજરાતના આ બિઝનેસમેન માટે આ ધંધો જરા નવો છે. હાલમાં તેમનું ગ્રુપ પોર્ટ,માઈનિંગ અને કોમોડિટીઝ જેવા બિઝનેસમાં ઓપરેટ કરે છે.
ભારત સરકાર છેલ્લા કેટલાક મહિનાઓથી દેશમાં ડેટા સ્ટોરેજ સુનિશ્ચિત કરવા માટે નવો કાયદો બનાવવાની સંભાવના શોધી રહી છે. આ વચ્ચે ગૌતમ અદાણીના માલિકીની અદાણી એન્ટરપ્રાઈસિઝે એક દક્ષિણી રાજ્યામાં અનેક ડેટા પાર્ક બનાવાની સંભાવનાઓ પર વિચાર કરવાનું શરુ કરી દીધું છે. માનવામાં આવી રહ્યું છે કે, ગ્રુપ આગામી દાયકાઓ દરમિયાન આ બિઝનેસમાં 70 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરી શકે છે. અદાણીને વિદેશી ટેક્નોલોજી કંપનીઓ પાસેથી સારી આવક થવાની આશા છે. જેના કારોબારમાં સ્માર્ટફોનનો ઉપયોગ અને ઈન્ટરનેટના પ્રસારથી વિસ્તાર થઈ રહ્યો છે.
ભારતમાં વધશે ડેટા સ્ટોરેજની જરુરિયાત
નવી દિલ્હીમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં અદાણીએ જણાવ્યું કે જો કાયદો પસાર થઈ જશે તો તે ડેટા સ્ટોરેજની જરૂરિયામાં વધારો થશે અને તેના માટે કેપેસિટીની જરૂર પડશે. આ અબજો રૂપિયાનો પ્રોજેક્ટ હશે જેમાં ગૂગલ અને એમેઝોન જેવી વિશ્વની મોટી કંપનીઓ શામેલ થશે.
અદાણી ગૃપનું સફળતાનું આ જ સિક્રેટ છે. તે હંમેશા સરકાર ટેકો આપતી હોય તેવી નવી ઈન્ડસ્ટ્રીમાં ઝંપલાવે છે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે છે અને ટોચ પર પહોંચી જાય છે. ચીનની જેમ હવે ભારતને તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ખાનગી રોકાણની જરૂર છે. ભારત આગામી થોડા વર્ષોમાં $5 ટ્રિલિયનની ઈકોનોમી બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
મોદી સરકારની આ યોજનાનો પણ લાભ ઉઠાવી શક્યા છે અદાણી
અગાઉ પણ સરકારે જ્યારે શહેરોમાં ગેસ પ્રોજેક્ટ લોન્ચ કર્યો તો તેમાં અદાણી ગૃપ અગ્રેસર હતું અને તેને કારણે આજે તે ગેસ રિટેલિંગમાં મોટી કંપની બની ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ડિફેન્સ ઈક્વિપમેન્ટનું સ્થાનિક ઉત્પાદન કરવાની ઘોષણા કરી તો અદાણીએ તરત જ મિલિટરી સપ્લાય માટે કેપેસિટી ઊભી કરવાનું શરૂ કરી દીધું. એરપોર્ટમાં પણ તેની બીડ અમુક હરીફો કરતા લગભગ ડબલ હતી. બિડિંગ પ્રોસેસમાં મળેલી સફળતાના દમ પર કંપનીએ રાતોરાત તેમના ઓપરેશનમાં 6 એરફિલ્ડ જોડી દીધા હતાં.