સીતારામનનું બજેટ-૨૦૧૯: વ્યક્તિગત આવકવેરાના સ્લેબ યથાવત્ રાખ્યા, સુપર શ્રીમંતો પર સરચાર્જ નાખ્યો

નવી દિલ્હી – બીજી મુદત માટે વર્ષ 2019-20 માટેનું કેન્દ્રીય બજેટ નિર્મલા સીતારામને આજે લોકસભામાં રજૂ કર્યું છે. એમણે વ્યક્તિગત આવકવેરાના સ્લેબમાં કોઈ રાહત આપી નથી, પણ સુપર રીચ લોકોની આવક પર સરચાર્જ નાખ્યો છે. સીતારામન ભારતનાં પ્રથમ ફૂલ-ટાઈમ મહિલા નાણાં પ્રધાન છે.

સીતારામને બિઝનેસ પેમેન્ટ દરમિયાન રોકડ સોદાઓનું મહત્ત્વ ઘટાડવા માટે ટીડીએસ લગાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ જોગવાઈ અંતર્ગત બેન્કમાંથી એક કરોડ રૂપિયાના ઉપાડ પર બે ટકાનો ટેક્સ લાગશે. સાથોસાથ, બે કરોડથી પાંચ કરોડ અને પાંચ કરોડ અને તેથી વધુની આવકવાળાઓ પર ટેક્સ વધારવાનો પ્રસ્તાવ મૂકાયો છે. રૂ. 2-5 કરોડની આવક પરનો સરચાર્જ 3% વધ્યો, પાંચ કરોડથી વધુની આવક પર 7% વેરો

નિર્મલા સીતારામન બ્રીફકેસને બદલે લાલ કાપડમાં વીંટાળેલી ખાતાવહી લઈને આવ્યાં હતાં. આમ એમણે દાયકાઓ જૂની પરંપરાને બદલી નાખી છે.

નાણાં પ્રધાન સીતારામનનાં બજેટ ભાષણના મુખ્ય અંશો:

સીતારામનનાં પ્રથમ બજેટ ભાષણ બાદ શેરબજાર ક્રેશ. મુંબઈ સ્ટોક એક્સચેન્જ BSEનો સેન્સેક્સ 330.21 પોઈન્ટ અથવા 0.83 ટકા તૂટ્યો. NSE નિફ્ટી 109.60 પોઈન્ટ તૂટ્યો.


હવે આધાર કાર્ડથી પણ આવકવેરા રિટર્ન ફાઈલ કરી શકાશે. પેન કાર્ડની વિગત આપવાનું જરૂરી નહીં રહેઃ નાણાં પ્રધાન સીતારામન


પાંચ કરોડથી વધારે આવક પર ૭ ટકા ટેકસ

ઓટો પાર્ટ્સ, CCTV પર કસ્ટમ ડ્યુટી વધી

પેટ્રોલ-ડીઝલની સેઝમાં વધારો

પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે વધારો


ધનાઢ્ય લોકો માટે વધુ કરવેરો

· 2થી 5 કરોડ અને 5 કરોડથી વધુની આવક ધરાવતા લોકો માટે સરચાર્જ લાગુ.


કસ્ટમ્સ-એક્સાઇઝ ડ્યુટીના ફેરફારો

· આયાતી પુસ્તકો પર 5 ટકા કસ્ટમ્સ ડ્યુટી

· ભારતમાં નિર્મિત ન થતી હોય એવી સંરક્ષણ ક્ષેત્ર માટેની વસ્તુઓને કસ્ટમ્સ ડ્યુટીમાંથી મુક્તિ

· ઈલેક્ટ્રિક વાહનો માટેના અમુક ભાગો પર કસ્ટમ્સ ડ્યુટી માફ

· સોનું, કિંમતી ધાતુઓ પરની કસ્ટમ્સ ડ્યુટી 10થી વધારીને 12.5 ટકા કરાઈ


કરવેરાને લગતી વધુ જોગવાઈઓ

·         સ્ટાર્ટઅપ માટે લેવાયેલા ભંડોળને આવક વેરાની સ્ક્રુટિની લાગુ નહીં પડે

·         સસ્તાં ઘરો માટે પ્રોત્સાહન આપવા 31 માર્ચ, 2020 સુધી 45 લાખ સુધીનું ઘર ખરીદવા પર 3.75 લાખ રૂપિયાનું ઇન્ટરેસ્ટ સબવેન્શન
·         15 વર્ષે લોન પૂરી થવા સુધીમાં કુલ 7 લાખ રૂપિયા સુધીનો ફાયદો થશે
·         પૅન અને આધાર એ બન્નેમાંથી કોઈ પણ નંબર ચાલશે. પૅનકાર્ડ ન હોય તો આધાર નંબર ચાલશે
·         હવેથી પ્રિ-ફિલ્ડ રિટર્ન આપવામાં આવશે. બૅન્કો, સ્ટોક એક્સચેન્જ, રજિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ, એ બધામાંથી માહિતી લઈને પ્રિ-ફિલ્ડ રિટર્ન બનાવાશે
·         ઓપ્શન ટ્રેડિગમાં સેટલમેન્ટ પ્રાઇસ અને સ્ટ્રાઇક પ્રાઇસ વચ્ચેના તફાવત પર જ સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ લાગુ પડશે
·         કરદાતાઓને હેરાનગતિ ન થાય એ માટે ઈલેક્ટ્રોનિક માધ્યમથી અસેસમેન્ટ કરાશે. આ વર્ષથી તેનો તબક્કાવાર પ્રારંભ થશે
·         ડિજિટલ પૅમેન્ટને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાં જાહેર. બિઝનેસ પૅમેન્ટ રોકડામાં ન અપાય એ માટે

·         બિઝનેસો દ્વારા બૅન્ક ખાતામાંથી વર્ષે 1 કરોડ કરતાં વધુ ઉપાડ કરાશે તો 2 ટકા ટીડીએસ લાગુ થશે. 50 કરોડ કરતાં ઓછું ટર્નઓવર ધરાવતા વેપારીઓ ડિજિટલ પૅમેન્ટની સુવિધા આપશે તો તેમને બૅન્કો તરફથી કોઈ ચાર્જ લાગુ નહીં થાય. વેપારીઓ તથા ગ્રાહકો બન્નેમાંથી કોઈને ચાર્જ લાગુ નહીં પડે. 


ઈ-વાહનો ખરીદવા પર આવકવેરામાં છૂટ

ઈ-વાહનો પરનો GST ૧૨ ટકાથી ઘટાડી પાંચ ટકા કરાયો

સ્ટાર્ટ અપ માટે ઇન્કમ ટેકસ તપાસમાંથી મુકિત

૪૫ લાખ સુધીનું મકાન ખરીદવા પર ૧.૫ લાખની છૂટ


  • સીધા કરવેરાની આવકમાં ૭૮ ટકાનો વધારો
  • કરદાતાઓનો આભાર માનતા નાણાં પ્રધાન સીતારામન
  • ૪૦૦ કરોડ સુધીના ટર્ન ઓવર વાળી કંપનીઓ પર હવે ૨૫ ટકા કોર્પોરેટ ટેક્સ
  • અગાઉ ટર્ન ઓવરની માત્રા હતી ૨૫૦ કરોડ

કરવેરાસંબંધી જાહેરાતો

·         કરદાતાઓનો આભાર માનવા સાથે કરવેરાની જોગવાઈઓ જાહેર કરવાની શરૂઆત

·         ”હાથીને થોડી જ જગ્યામાં વાવેલી ડાંગરમાંથી રાંધેલું ભાત પૂરતું થઈ રહે છે, પણ જો એ હાથી જાતે ખેતરમાં ઘૂસી જાય તો ખાય તેના કરતાં બગાડ વધુ કરે છે.” જૂના જમાનાના રાજાને અપાયેલા આ ઉપદેશનો ઉલ્લેખ નિર્મલા સીતારામને કર્યો.

·         વૃદ્ધિને પ્રોત્સાહન આપે અને પારદર્શકતા લાવે એવી જોગવાઈઓ છેઃ નાણાપ્રધાન

·         250 કરોડ સુધીના ટર્નઓવરની કંપનીઓને 25 ટકા કરવેરો લાગુ પડે છે. હવે 400 કરોડ સુધીના ટર્નઓવરની કંપનીઓને આવરી લેવાઈ. આમ, મોટાભાગની કંપનીઓ તેમાં આવરી લેવાઈ છે.

·         ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન માટે દેશને વૈશ્વિક કેન્દ્ર બનાવવાનું આયોજન

·         ઈલેક્ટ્રિક વાહન ખરીદવા માટે લેવાયેલી લોન પર આવક વેરામાં રાહત આપવામાં આવશે. લોન પૂરી થાય ત્યાં સુધીમાં કરદાતાને કુલ 2.5 લાખ રૂપિયાનો ફાયદો થશે


20 રૂપિયાના મૂલ્યના સિક્કાઓ પહેલી જ વાર બનાવવામાં આવશે.

૧, ૨, ૫, ૧૦ અને ૨૦ રૂપિયાના મૂલ્યનાં નવા સિક્કાઓ બજારમાં આવશે


કેન્દ્ર સરકારની કંપનીઓમાં રિટેલ રોકાણકારોની સહભાગિતા માટે પ્રોત્સાહન

· વર્તમાન નાણાકીય વર્ષમાં 1.05 લાખ કરોડ રૂપિયાના ડિસઇન્વેસ્ટમેન્ટનું લક્ષ્ય


કરદાતાઓ આપણા દેશના જવાબદાર નાગરિકો છેઃ સીતારામન


અન્ય મહત્ત્વપૂર્ણ જોગવાઈઓ/કામગીરી

· ઉચ્ચ શિક્ષણ માટે વૈશ્વિક કક્ષાની સંસ્થાઓ માટે બજેટમાં 400 કરોડ રૂપિયાની ફાળવણી

· કામગારસંબંધી કાયદાઓને ચાર મૂળભૂત કોડ બનાવાશે

· ઉજાલા યોજના હેઠળ 35 કરોડ એલઈડી બલ્બ આપવામાં આવ્યા છે.

· આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બિગ ડેટા, રોબોટિક્સ, વગેરે જેવાં ક્ષેત્રોમાં યુવાનોના કૌશલ્યને વધારવા માટે ખાસ પ્રયાસ કરાશે

· ભારતીય પાસપોર્ટ ધરાવતા બિનરહીશ ભારતીયોને 180 દિવસની રાહ જોવાની અત્યાર સુધીની નીતિ બદલીને તત્કાળ આધાર કાર્ડ આપવાનો પ્રસ્તાવ


નાણાકીય ક્ષેત્ર માટેની જોગવાઈઓ

· કોમર્શિયલ બૅન્કોની એનપીએ ઘટી ગઈ છે. 1 લાખ કરોડ જેટલી એનપીએ ગયા વર્ષે ઘટી ગઈ છે.

· બૅન્કોનું કન્સોલિડેશન કરીને 8 બૅન્કો બનાવાશે. 6 સરકારી બૅન્કો પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શનમાંથી બહાર આવી ગઈ છે

· સરકારી બૅન્કોને 70,000 કરોડની વધુ મૂડી આપવામાં આવશે, જેથી તેઓ કરજ આપી શકે.

· એનબીએફસીને બૅન્કો તથા મ્યુચ્યુઅલ ફંડ તરફથી નાણાં મળવાં જોઈએ. સક્ષમ એનબીએફસી માટે સરકાર વર્તમાન નાણાકીય વર્ષમાં 1 લાખ કરોડ રૂપિયાની છ મહિનાની પાર્શિયલ ક્રેડિટ ગેરંટી સરકારી બૅન્કોને આપશે. એક વખતની આ ગેરંટીની મદદથી બૅન્કો એનબીએફસીને ધિરાણ આપી શકશે

· હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓનું નિયમન નૅશનલ હાઉસિંગ બોર્ડને બદલે રિઝર્વ બૅન્ક કરે એ માટેની જોગવાઈ કરાઈ


  • NRI માટે પણ આધારકાર્ડનો પ્રસ્તાવ
  • ૨૦૧૯-૨૦માં ૪ નવા દૂતાવાસ શરૂ કરાશે

  • બજેટમાં મહિલાઓ માટે ખાસ ફાળવણી
    ગ્રામીણ અર્થ વ્યવસ્થામાં મહિલાઓનું વિશેષ યોગદાન
    મહિલા ઉદ્યોગ સાહસિકો માટે વ્યાજમાં છૂટ
    મુદ્રા સ્કીમ અંતર્ગત મહિલાઓને ૧ લાખ સુધીની લોન મળી શકશે
    મહિલાઓને SHG સભ્યને રૂ. ૫ હજારનો ઓવરડ્રાફટ અપાશે


  • ખેલો ભારત યોજનાનો વિસ્તાર કરવામાં આવશે
    ૧ કરોડ યુવાઓને કૌશલ વિકાસ માટે વિશેષ ટ્રેનીંગ અપાશે

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલી બનાવાશે
નેશનલ રીસર્ચ ફાઉન્ડેશન બનાવાશે
ઓનલાઈન કોર્ષ વધે તેના ઉપર ફોકસ
વિશ્વની ટોપ ૨૦૦ શિક્ષણ સંસ્થાઓમાં ભારતની ત્રણ સંસ્થાઓનો સમાવેશ
ઉચ્ચ શિક્ષા માટે ૪૦૦ કરોડની ફાળવણી


દૂરદર્શનમાં ખાસ સ્ટાર્ટ અપ્સ માટે ચેનલ શરૂ કરાશે


· 1.5 કરોડ રૂપિયાથી ઓછું વાર્ષિક ટર્નઓવર ધરાવતા ત્રણ કરોડથી વધુ રિટેલ વેપારીઓ અને દુકાનદારો માટે પ્રધાનમંત્રી કર્મયોગી માનધન સ્કીમ હેઠળ પેન્શનનો લાભ લવાશે.


· દેશમાં તમામ પ્રકારનાં સંશોધન માટેનાં અનુદાનનો સમન્વય સાધવા માટે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન કાર્ય કરશે.


· કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વ્યાપક રોકાણ કરાશે.


· દેશમાં અવકાશી સંશોધન માટે કાર્ય કરતી ઇસરો સંસ્થાના કોમર્શિયલ વિભાગ તરીકે ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ નામની એક કંપનીની સ્થાપના કરવામાં આવશે, જેથી ઇસરોની ક્ષમતાનો વેપારી ધોરણે ઉપયોગ કરી શકાય.


· જળ મંત્રાલય જળસ્રોત વ્યવસ્થાપન અને જળ પુરવઠા પર લક્ષ આપશે. વર્ષ 2024 સુધીમાં દરેક ગ્રામીણ ઘરને પાણીપુરવઠો મળશે.


· ગામોની સાથે શહેરોનો પણ વિકાસ. કામની નજીક ઘર હોય તથા આવશ્યક સેવાઓ બધાને મળે એવી સ્થિતિ લાવવાનું લક્ષ્ય. 95 ટકા શહેરોમાં હવે ખુલ્લામાં શૌચક્રિયા કરવાનું બંધ થયું છે.


· શહેરી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 47 લાખ ઘરનું બાંધકામ શરૂ થયું છે. 24 લાખ ઘર લાભાર્થીઓને મળી ગયાં છે.


· ગાંધીપીડિયા બનાવાઈ રહ્યો છે, જેની મદદથી યુવાનોને ગાંધીવાદી સિદ્ધાંતોની જાણ કરાશે.


· રેલવેને ઉપનગરીય રેલવેમાં વધુ રોકાણ લાવવા માટે છૂટ અપાશે. મેટ્રોમાં સરકારી-ખાનગી ક્ષેત્રના સહયોગને પ્રોત્સાહન આપશે.


· યુવાનોના શિક્ષણ અર્થે શાળા અને ઉચ્ચ શિક્ષણ માટે સુધારાઓ કરાશે. નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન બનાવાશે, જે સમગ્ર સંશોધન વ્યવસ્થાને સક્ષમ બનાવશે. નવી શિક્ષણ નીતિ હેઠળ સંશોધનને પ્રોત્સાહન અપાશે.


· છેલ્લાં પાંચ વર્ષોમાં દેશની ત્રણ શૈક્ષણિક સંસ્થાઓ ટોચની 200 વૈશ્વિક સંસ્થાઓમાં આવી ગઈ છે.


· ‘ભારતમાં અભ્યાસ કરો’ એવી યોજના લાવવાનું ધ્યેય. તેમાં વિદેશી વિદ્યાર્થીઓને ભારતમાં ભણવા માટે આકર્ષિત કરાશે.


એફપીઆઇને લિસ્ટેડ આરઈઆઇટીમાં રોકાણ કરવાની પરવાનગી અપાશે
· વિદેશી રોકાણ માટેના એનઆરઆઇ અને એફપીઆઇ રૂટનું મર્જર કરાશે
· અન્નદાતાને ઊર્જાદાતા બનાવવા માટે ઘણી યોજનાઓ.

ભાડાનાં ઘરો માટે પ્રોત્સાહન આપવામાં આવશે. તેના માટે મોડેલ ભાડૂતી ધારો ઘડવા માટે રાજ્યોને કહેવાશે
·         એફપીઆઇ માટેના કેવાયસી નિયમો વધુ સરળ બનાવાશે


·         મૂડીબજારને વિશાળ જનસમુદાય સુધી લઈ જવા માટેનાં પગલાં ભરવામાં આવશે. સોશિયલ સ્ટૉક એક્સચેન્જ રચવાનો પ્લાન. તેમાં સ્વૈચ્છિક સંસ્થાઓ અને સોશિયલ એન્ટરપ્રાઇઝીસનું લિસ્ટિંગ કરવામાં આવશે. 


·         રિટેલ રોકાણકારો સરકારી સિક્યૉરિટીઝમાં રોકાણ કરે એ માટે સ્ટોક એક્સચેન્જોનો ઉપયોગ કરાશે.


·         સરકાર એફડીઆઇને ઉડ્ડયન, મીડિયા, એનિમેશન, વીમા ક્ષેત્રમાં વધુ પ્રમાણમાં લાવવા માટે આવશ્યક પગલાં ભરશે


·         સિંગલ બ્રાન્ડ રિટેલ માટે સ્થાનિક સ્રોતોમાંથી વસ્તુઓ ખરીદવાના નિયમોને હળવા કરવામાં આવશે


·         વીમા ક્ષેત્રની ઇન્ટરમિડિયરી કંપનીઓમાં 100 ટકા એફડીઆઇ લાવવા દેવાનો પ્રસ્તાવ


·         નિયમનકારો AA રેટિંગવાળા બોન્ડને કોલેટરલ તરીકે રાખવા દેવાની પરવાનગી આપવાનું કહેવાશે


ગાંવ, ગરીબ અને કિસાન કેન્દ્રમાં

·         નાણાપ્રધાને ગ્રામીણ ભારત માટેની જોગવાઈઓ કરવા પર ભાર મૂક્યો
·         ગ્રામીણ ભારત માટે ખાસ જોગવાઈઓ. ગામડાં તરફ જોવાની મહાત્મા ગાંધીની વિચારધારાનો ઉલ્લેખ. આથી તેમની 150મી જન્મજયંતી નિમિત્તે ગાંવ, ગરીબ અને કિસાનને કેન્દ્રમાં રાખવાનું નક્કી કરાયું છે.


·         2022 સુધીમાં દેશમાં દરેક ગ્રામીણ પરિવારને વીજજોડાણ મળી જશે


·         પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1.5 કરોડ ગ્રામીણ ઘર બની ગયાં છે. વર્ષ 2022 સુધીમાં બીજાં 1.95 કરોડ ઘર બનાવાશે. તેમાં શૌચાલય, વીજળી અને રાંધણ ગેસ જેવી સુવિધા હશે.


  • સામાજિક સંસ્થાઓ માટે નવી શેરબજારની શરૂઆત કરાશેઃ નાણાં પ્રધાન

  • બજેટ પ્રસ્તાવઃ ભાડાનાં ઘરો માટે પ્રોત્સાહન આપવામાં આવશે. તેના માટે મોડેલ ભાડૂતી ધારો ઘડવા માટે રાજ્યોને કહેવાશે
    · એફપીઆઇ માટેના કેવાયસી નિયમો વધુ સરળ બનાવાશે
    · મૂડીબજારને વિશાળ જનસમુદાય સુધી લઈ જવા માટેનાં પગલાં ભરવામાં આવશે. સોશિયલ સ્ટૉક એક્સચેન્જ રચવાનો પ્લાન. તેમાં સ્વૈચ્છિક સંસ્થાઓ અને સોશિયલ એન્ટરપ્રાઇઝીસનું લિસ્ટિંગ કરવામાં આવશે.
    · રિટેલ રોકાણકારો સરકારી સિક્યૉરિટીઝમાં રોકાણ કરે એ માટે સ્ટોક એક્સચેન્જોનો ઉપયોગ કરાશે.


  • મેક ઈન ઈન્ડિયા અંતર્ગત જળ, વોટર મેનેજમેન્ટ, સ્વચ્છ નદીઓ, બ્લૂ ઈકોનોમી, અંતરિક્ષ યોજનાઓ, ગગનયાન, ચંદ્રયાન, સેટેલાઈટ કાર્યક્રમો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું: સીતારામન

  • ‘યકીન હો તો કોઈ રાસ્તા નિકલતા હૈ, હવા કી ઓટ લેકર ભી ચિરાગ જલતા હૈ’: નાણાં પ્રધાન સીતારામને બજેટ રજૂ કરતી વખતે પેશ કર્યો શેર.

·         હાલમાં સમાપ્ત થયેલી લોકસભા ચૂંટણીમાં સ્થિરતા માટે મતદાન થયું હતું અને લોકોનો આશાવાદ નજરે ચડ્યો

·         લોકોને રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક વૃદ્ધિ જોઈએ છે

·         મોદી સરકારનાં પ્રથમ પાંચ વર્ષની અંદર 1.4માંથી 2.5 ટ્રિલ્યન ડૉલરનું અર્થતંત્ર બન્યું અને તેથી આગામી થોડાં વર્ષોમાં 5 ટ્રિલ્યન ડૉલરનો આંક હાંસલ કરવાનું શક્ય છે. આ વર્ષે જ 3 ટ્રિલ્યન ડૉલરનું અર્થતંત્ર બની જશે. અત્યારે છઠ્ઠા ક્રમે છે. 5 ટ્રિલ્યનનું લક્ષ્ય હાંસલ કરવા ઘણા સુધારાઓ લાવવાની જરૂર છે. હવે ઇન્ફ્રા, રોજગારસર્જન અને ડિજિટલ ઇકોનોમીમાં રોકાણ કરવાની જરૂર છે.


·         અમલદારશાહી ઘટાડવા માટે પગલાં લેવાશે

·         2014-19 દરમિયાન સરકારે રાજકોષીય શિસ્ત આણી

·         સરકારની પ્રથમ મુદતમાં શરૂ થયેલી મોટી યોજનાઓ ચાલતી રહેશે

·         યોગ્ય રીતે નફો કમાવાય તેની સામે અમને વાંધો નથી. કંપનીઓની સાથે મળીને વિકાસ કરવો છે અને તેનાથી સ્થાનિક અને વિદેશી રોકાણ માટે અનેક પગલાં ભરવામાં આવશે.