નવી દિલ્હીઃ ગઈ કાલે શેરબજારોમાં નીચલી સરકિટ લાગતાં-લાગતાં રહી ગઈ.બજાર નીચલી સરકિટ એટલે કે 10 ટકાના ઘટાડા પાસે પહોંચ્યું જ હતું, ત્યારે નીચલા સ્તરેથી પાછું ફર્યું હતું. નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ જુલાઈ, 2017 પછી પહેલી વાર 9,600ના સ્તરથી નીચે ગયું હતું.જોકે આજે સવારના સેશનમાં બજાર ખૂલતાની સાથે જ 10 ટકા કરતાં વધુ તૂટી ગયાં હતાં, જેથી નેશનલ સ્ટોક એક્સચેન્જને 45 મિનિટ માટે બંધ કરવામાં આવ્યું હતું.જોકે એ પછી નિફ્ટી ઇન્ડેક્સ ધીમે-ધીમે સુધર્યો હતો.
બીએસઈ સેન્સેક્સની વાત કરીએ તો ગુરુવારે સેન્સેક્સમાં પાછલાં 12 વર્ષોનો મોટો ઘટાડો નોંધાયો હતો. જોકે આજેના સેશનમાં સેન્સેક્સ 9.43 ટકા તૂટ્યો હતો. જ્યારે નિફ્ટી 11 ટકા જેટલો તૂટ્યો હતો. શેરબજારના ઇતિહાસમાં આવું ચાર વખત થયું છે, જેમાં સેન્સેક્સમાં નીચલી સરકિટ લાગી હોય અને બજારમાં કામકાજ ઠપ થઈ ગયું હોય.
શું હોય છે નીચલી સરકિટ
શેરબજારમાં જો ટકા અથવા એનાથી વધઘટ થયા તો ટ્રેડિંગ એક ચોક્કસ સમય માટે બંધ કરવામાં આવે છે. આ બદલાવની ઘટાડાને કારણે આવે છે. જેથી એને નીચલી સરકિટ કહે છે. જો પરિવર્તન વધવાને કારણે આવે તો ઉપલી સરકિટ કહેવામાં આવે છે.
સેન્સેક્સના ઇતિહાસમાં ચાર વાર લાગી છે નીચલી સરકિટ
- સૌથી પહેલી નીચલી સરકિટ 21 ડિસેમ્બર,1990માં આવી હતી, જ્યારે સેન્સેક્સ 16.19 ટકા તૂટ્યો હતો. આ ઘટાડાનો કારણે શેરબજાર 1034.96ના સ્તરે આવી ગયો હતો.
- સેન્સેક્સમાં બીજો સૌથી મોટો ઘટાડો 28 એપ્રિલ, 1992માં આવ્યો હતો. ત્યારે સેન્સેક્સ 12.77 ટકા તૂટ્યો હતો. એ દિવસે શેરબજાર 3,896.90ના સ્તરે બંધ થયો હતો.
- સેન્સેક્સમાં ત્રીજો સૌથી મોટ ઘટાડો 17 મે, 2004એ આવ્યો હતો. જેમાં સેન્સેક્સ 11.14 ટકા તૂટ્યો હતો. સેન્સેક્સ 4,505.16ના મથાળે બંધ થયો હતો.
- ગુરુવાર જેવો ઘટાડો 2008માં જોવા મળ્યો હતો. 24 ઓક્ટોબર, 2008એ સેન્સેક્સમાં 10.96 ટકાનો ઘટાડો આવ્યો હતો. ત્યારે સેન્સેક્સ 8,701.07ના સ્તરે બંધ થયો હતો.