સૈન ફ્રાંસિસ્કો: ગૂગલ પે પછી હવે ફેસબુક એ પોતાની કંપનીઓ-ફેસબુક, વોટ્સએપ, મેસેંજર અને ઇંસ્ટાગ્રામ પર ચૂકવણી કરવા માટે નવી પેમેન્ટ સિસ્ટમ ‘ફેસબુક પે’ લોન્ચ કરી છે. અમેરિકામાં આ સપ્તાહે ફંડરેજિંગ, ઇન-ગેમ ખરીદી, કાર્યક્રમોની ટિકીટો, મેસેન્જર પર લોકો સાથે લોકોને ચૂકવણી (પર્સન ટૂ પર્સન પેમેન્ટ) અને ફેસબુક માર્કેટ પ્લેસ પર પેજ અને ખરીદી કરવા માટે શરૂ કરી દેવામાં આવશે.
ફેસબુક માર્કેટપ્લેસ અને કોમર્સ વિંગના વાઈસ પ્રેસીડેંટ દેબોરાહ લિયૂએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સમય સાથે તેમની યોજના ફેસબુક પે અને લોકો વચ્ચે અને ઈંસ્ટાગ્રામ તેમજ વોટ્સએપમાં પણ શરૂ કરશે.
કંપનીએ કહ્યું કે ફેસબુક પે હાલ નાણાંકીય માળખા અને ભાગીદારી પર બનેલું છે અને તે કંપનીની ડિજિટલ કરન્સી લિબ્રા નેટવર્ક પર ચાલતા કેલિબ્રા વોલેટથી અલગ છે.
કંપનીના જણાવ્યાનુસાર યૂઝર્સ ફેસબુક કે મેસેન્જર પર થોડા સ્ટેપ્સ ફોલો કર્યા બાદ ફેસબુક પેનો ઉપયોગ શરૂ કરી શકશે. તેના માટે ફેસબુક એપ કે વેબસાઈટ પર સેટિંગમાં જવું અને ફેસબુક પે પર જઈ પેમેન્ટ મેથડ સાથે તેને કનેક્ટ કરો. ત્યારબાદ જ્યારે પણ ચુકવણી કરવી હોય તો ફેસબુક પેનો ઉપયોગ કરી શકો છો. ફેસબુક પે શરૂ થયા બાદ તેને તમે દરેક એપ પર તેને સેટ કરી શકો છો.