ફેસબુક AI સોફ્ટવેર ડીપફેક ઇમેજ શોધવા સક્ષમ

ન્યુ યોર્કઃ ફેસબુકના સાયન્ટિસ્ટોએ બુધવારે કહ્યું હતું કે તેઓ ડીપફેક ઇમેજીસની ઓળખ કરવા માટે જ નહીં, પણ તેમણે એ ક્યાંથી આવી છે એના માટેનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સોફ્ટવેર તૈયાર કર્યું છે. ડીપફેક ફોટો, વિડિયો અથવા ઓડિયો ક્લિપ –જેને સાચી દેખાડવા માટે AIનો ઉપયોગ કરીને બદલવામાં આવે છે, જે ગેરમાર્ગે દોરે છે અથવા એ સંપૂર્ણ ખોટા હોઈ શકે છે, એમ નિષ્ણાતોએ ચેતવણી આપી હતી.

ફેસબુકના રિસર્ચ સાયન્ટિસ્ટો તાલ હસનર અને જિ યિને જણાવ્યું હતું કે તેમની ટીમે મિશિગન સ્ટેટ યુનિવર્સિટી સાથે મળીને સોફ્ટવેર તૈયાર કર્યું છે. એન્જિનિયરો એ ડીપફેક (મૂળ ઈમેજને બદલી)ની ઇમેજિસને ઊલટાવી શકે છે કે એને કેવી રીતે બનાવવામાં આવી છે એની મૂળ ઇમેજિસ કેવી છે.

આ સાયન્ટિસ્ટોએ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે અમારી પદ્ધતિથી ડીપફેકની સુવિધાથી વર્લ્ડને ડીપફેકને શોધવાની અને ટ્રેસિંગની સુવિધા મળી રહેશે, જ્યાં ઇન્ફોર્મેશન ડિક્ટેક્ટર્સ સાથે કામ કરવું પડશે. આ કામથી ગેરમાર્ગે દોરતી માહિતીને સંશોધકો અને પ્રેક્ટિશનરો ડીપફેકનો ઉપયોગની તપાસ કરી શકશે અને સંશોધન માટે નવી દિશા ખોલવાનું સાધન આપશે.

ફેસબુકનું નવું સોફ્ટવેર મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયામાં ખામીઓને શોધવા માટે નેટવર્ક દ્વારા ડીપફેકને શોધે છે,જેને સાયન્ટિસ્ટો ઇમેજિસની ડિજિટલને ફિંગરપ્રિન્ટમાં બદલી કાઢે છે. માઇક્રોસોફ્ટે ગયા વર્ષના અંતમાં સોફ્ટવેર બનાવ્યું હતું, જે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડીપફેક ફોટોઝ અને વિડિયોને શોધવામાં મદદ કરે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]