નવી દિલ્હીઃ દેશની ઈકોનોમી વર્તમાન નાણાકીય વર્ષમાં 6.4 થી 6.7 ટકાનો ગ્રોથ પ્રાપ્ત કરી શકે છે. આવતીકાલે આવનારા પહેલા અધિકારીક અનુમાન પહેલા વિશેષજ્ઞોએ આ વાત કરી છે. ગત નાણાકીય વર્ષમાં ગ્રોથ રેટ 7.1 ટકા હતો. વર્ષના પહેલા છમાસીક ગાળામાં ઈકોનોમી 6 ટકાના દરથી વધ્યો હતો. જુલાઈ-સપ્ટેમ્બરના ક્વોર્ટરમાં ગ્રોથ રેટ વધીને 6.3 ટકા થઈ ગયો હતો. આના કારણે ગત ક્વોર્ટરમાં ગ્રોથ 5.7 ટકા સાથે ત્રણ વર્ષના સૌથી નિચલા સ્તર પર પહોંચી ગયો હતો. વર્ષ 2016-17માં ગ્રોસ જીડીપી 7.1 ટકા અને ગ્રોસ વેલ્યુ એડેડ 6.6 ટકા વધ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર સંકેતો ઈકોનોમીમાં રિકવરી આવી છે. નવેમ્બરમાં કોર સેક્ટર ગ્રોથ રેટ 6.8 ટકાની સાથે 13 મહિનાના હાઈ પર પહોંચી ગયા હતા જ્યારે મેન્યુફેક્ચરીંગ પીએમઆઈના પાંચ વર્ષના હાઈ પર હતો. આરબીઆઈએ વર્ષ 2017-18 માટે ઈકોમિક ગ્રોથનું અનુમાન 6.7 ટકા પર રહ્યું હતું.
ઈકોનોમિક એક્ટિવિટીમાં રિવાઈવલની અપેક્ષાઓનું કારણ ઈંડસ્ટ્રીયલ ગ્રોથમાં થયેલી વૃદ્ધિ છે. એપ્રિલ અને ઓક્ટોબર માસ દરમિયાન આઈઆઈપી 2.5 ટકા વધ્યો હતો. આના કારણે ગત વર્ષના સમાન સમયગાળામાં આનો ગ્રોથ 5.5 ટકા રહ્યો હતો. સ્ટેટિસ્ટિક્સ ઓફિસ ફાઈનાંશિયલ યર 2018 માટે ગ્રોથનું અગ્રિમ અનુમાન આવતીકાલે જાહેર થવાનું છે. વિશેષજ્ઞોનું માનીએ તો કૃષીની સ્થિતી સારી દેખાઈ રહી છે અને મેન્યુફેક્ચરીંગમાં સુધારો થઈ રહ્યો છે જેના કારણે વર્તમાન નાણાકીય વર્ષના ચોથા ક્વોર્ટરમાં ગ્રોથમાં વૃદ્ધિને મદદ મળશે.