ટેક્સ બચાવવા 80C હેઠળ રોકાણ કરવું હોય તો જાણી લો આ 5 વાત

મુંબઇ- ઇન્કમ ટેક્સ રીટર્ન ભરવાનો સમય નજીક આવી રહ્યો છે. ત્યારે તેમાં લાભ કેવી રીતે મળે તેનો હિસાબકિતાબ કરી લેવો જોઇએ. રીટર્ન ભરતી વખતે 80C 80D વગેરેમાં છૂટ મળતી હોય છે તેની જાણકારી હોય તો પ્લાનિંગ કરીને ટેક્સની રકમમાં ઘટાડો થઇ શકે છે. બસ, જરુર છે આ પાંચ બાબતોની જાણકારીની…શું છે 80D અને 80C

જો લાઇફ ઇન્શ્યોરન્સ, મ્ય્યૂચ્યૂઅલ ફંડ, પીપીએફ, નેશનલ સેવિંગ સર્ચચિફિકેટ વગેરેમાં રોકાણ કર્યું હોય તો તો સેક્શન  80C હેછળ છૂટની માગ કરી શકાય છે. તો એ જ રીતે પોતાનો અથવા પરિવારના સભ્યોનો સ્વાસ્થ્ય વીમો કરાવ્યો છે તો તે 80D હેઠળ રાહત મેળવવા પાત્ર છે. દાન કર્યું હોય તો 80G અને શિક્ષણ લોન લીધી હોય તો 80E હેઠળ છૂટ આપવામાં આવે છે.

રોકાણ કરતાં પહેલાં કેટલીક બાબતનું ધ્યાન રાખવાનું હોય છે

1-સૌથી પહેલાં એ જુઓ કે કુલ ઇન્કમમાંથી કેટલું ટેક્સ ડીડક્શન લઇ શકો છો. 80C હેઠળ કુલ આવકમાંથી વર્ષે દોઢ લાખ સુધીની છૂટ લઇ શકાય છે. લિમિટ તેનાથી વધુ થતી હોય તો નેશનલ પેન્શન સીસ્ટમ-એનપીએસમાં રોકાણ કરી શકાય છે.

2-હવે એ જુઓ કે 80C અંદર ક્યાંક્યાં નાણાં આપવાના છે. જેમ કે હોમ લોન, હેલ્થ પ્લાન, શિક્ષણ લોન વગેરે…પછી જુઓ કે  80C હેઠળ ક્યાંક્યાં પૈસા આપવાના છે. બાળકોની ટ્યૂશન ફી, લાઇફ ઇન્શ્યોરન્સના પ્રીમિયમ વગેરે તેમાં આવે છે.  આ બધો સરવાળો કરીને જુઓ કે હજુ પણ કેટલી રકમ ટેક્સેબલ આવકમાં આવી રહી છે. તે પ્રમાણે અન્ય રોકાણ કરી શકાય.

3-રોકાણ મુખ્યત્વે બે પ્રકારે થઇ શકે છે. એક છે ફિક્સ જેમાં નક્કી છે કે કેટલું રીટર્ન મળશે. અને બીજું છે માર્કેટના હિસાબથી રીટર્ન આપવાવાળું રોકાણ. પીપીએફ, સીનીયર સિટિઝન સેવિંગ્ઝ સ્કીમમાંથી નિશ્ચિત રીટર્ન મળે છે. તો મ્યૂચ્યૂઅલ ફંડનું રીટર્ન માર્કેટના હિસાબથી મળશે.

4-ઉપર જણાવ્યાં તેવા રોકાણમાં કોઇ એક પસંદ કરીને એ નક્કી કરવું જોઇએ કે કેટલા સમય સુધી નાણાં લગાવવાના છે. મીડીયમથી લોન્ગ ટર્મ પ્લાનિંગની અવધિ ત્રણથી 15 વર્ષ સુધીની હોય છે.

5-નાણાંના રોકાણ પર મળનારા રીટર્ન પર જે ટેક્સ લાગે છે તેનું પણ ધ્યાન રાખવાનું છે. જેમ કે એનએસસી 80C હેઠળ છૂટ અપાવે છે પરંતુ તેના પર મળનારા રીટર્ન પર ટેક્સ આપવો પડે છે. એનએસસી હાલમાં વાર્ષિક 7.8 ટકાનું રીટર્ન આપે છે.