નવી દિલ્હીઃ ગ્રાહકોને પ્રોડક્ટ મામલે પૂરી જાણકારી આપવાનું સુનિશ્ચિત કરવા માટે 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવેલા નિયમોનું પાલન ન કરનારી ઈ-કોમર્સ કંપનીઓ વિરૂદ્ધ કાર્યવાહી થઈ શકે છે. કન્ઝ્યૂમર અફેર્સ ડિપાર્ટમેન્ટના કહેવા પ્રમાણે લીગલ મેટરોલોજી રુલ્સનું પૂર્ણ રીતે પાલન ન કરવાના કારણે કેટલીક કંપનીઓને પહેલા જ નોટિસ આપવામાં આવી છે. જો કે ડિપાર્ટમેન્ટે આમાં સમાવિષ્ટ ઈ કોમર્સ કંપનિઓના નામનો ખુલાસો કર્યો નથી.
ડિપાર્ટમેન્ટે 24 એપ્રિલના રોજ એક પત્ર લખીને ઈ કોમર્સ કંપનિઓને રુલ્સનું પૂર્ણ રીતે પાલન કરવાનો આદેશ આપ્યો હતો. આ રુલ્સમાં મેક્સિમમ રિટેલ પ્રાઈઝ અને એક્સપાયરી ડેટ જેવા પ્રોડક્ટ સાથે જોડાયેલા વિવરણો સાથે જ મેન્યુફેક્ચરિંગ મામલે જાણકારી આપવી જરૂરી છે. ડિપાર્ટમેન્ટે રાજ્યોની ઓથોરિટીઝને પણ એક એડવાઈઝરી જાહેર કરીને તપાસ કરવા અને નિયમોનું પાલન ન કરનારી કંપનીઓ વિરૂદ્ધ મામલો ચલાવવા માટે પગલા ભરવાનું કહ્યું છે.
જાણકારી મળ્યા મુજબ ઈ કોમર્સ કંપનીઓએ રુલ્સનું પાલન કરવાનું શરૂ કરી દીધું છે. આના માટે ડેડલાઈન જતી રહી છે અને કંપનીઓએ તાત્કાલીક નિયમોનું પાલન કરવાનું શરૂ કરી દેવું પડશે.