મુંબઈ: સેબી દ્વારા ટ્રેડિંગ અને ડિમેટ એકાઉન્ટ ધારકો માટે બેનિફિશયરી નોમિનેટ કરવા માટેની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર, 2023 કરવામાં આવી છે, એમ ડિપોઝિટરી સીડીએસએલે રોકાણકારોને જણાવ્યું છે. સેબીએ જાહેર કર્યું છે કે વર્તમાન ડિમેટ ખાતા ધારકો કે જેમણે નોમિની નક્કી કર્યા નથી કે નોમિની ન રાખવાનો વિકલ્પ પસંદ કર્યો નથી તેમનાં ખાતાં 30 સપ્ટેમ્બર, 2023થી ફ્રીજ કરી નાખવામાં આવશે. આવાં ખાતાંમાં કોઈ વ્યવહાર થઈ શકશે નહિ.
સેબીએ નોમિની નક્કી કરવા માટેની અંતિમ તારીખ 31 માર્ચ, 2022 નક્કી કરી હતી અને તેને 24 ફેબ્રુઆરી, 2022ના સરક્યુલર દ્વારા એક વર્ષ લંબાવીને 31 માર્ચ, 2023 નક્કી કરી હતી. પરંતુ હવે તેની મુદત લંબાવીને 30 સપ્ટેમ્બર, 2023 સુધીની કરવામાં આવી છે.