બેંક આપી રહી છે એજન્સીઓને ગ્રાહકોની માહિતી, જાણવાલાયક…

નવી દિલ્હીઃ ઘણીવાર એવું જોવા મળ્યું છે કે CIBIL જેવી ક્રેડિટ રેટિંગ એજન્સીઓ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટના આધાર પર બેંક ગ્રાહકોને ઋણ અથવા ક્રેડિટ કાર્ડ આપવાનો નિર્ણય કરે છે. હકીકતમાં બેંકોને ક્રેડિટ કાર્ડ રેટિંગ એજન્સિઓ દ્વારા ગ્રાહકોની નાણાકિય લેવડ-દેવડની જાણકારી સરળતાથી મળી જાય છે. પરંતુ હવે દિલ્હી હાઈકોર્ટે આ મામલે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો છે.

અભિજીત મીશ્રા નામના એક વ્યક્તિએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે બેંક સિવિલ એજન્સીઓ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટના આધાર પર એ નિર્ણય કરે છે કે શું સંબંધિત ગ્રાહકોને લોન આપવી જોઈએ અથવા ક્રેડિટ કાર્ડ આપવું જોઈએ. આના આધાર પર બેંકો દ્વારા વ્યાજદર પણ નક્કી કરવામાં આવે છે. અરજીકર્તા અનુસાર બેંકો દ્વારા ગ્રાહકોના પાન અને નાણાકિય લેવડ-દેવડના આંકડાઓને તેમની મંજૂરી વગર જ શેર કરવામાં આવી રહ્યા છે જેના પર રોક લગાવવામાં આવવી જોઈએ. આ જનતાના અધિકારોનું ઉલ્લંઘન છે.

એડવોકેટ પાયલ બહલના માધ્યમથી દાખલ અરજીમાં મીશ્રાએ તર્ક આપતા જણાવ્યું કે સીબીડીટીએ ગ્રાહકના પાન અથવા અન્ય નાણાકિય લેવડ-દેવડને બેંકો દ્વારા કોઈ પ્રાઈવેટ અથવારા ગેરસરકારી કંપનીને શેર કરવા માટે કોઈ નોટિફિકેશન જાહેર નથી કરી. આયકર કાયદો 1961માં પણ નાગરિકોના પાનના આંકડાને સિવિલ એજન્સીઓ સાથે શેર કરવાની મંજૂરી નથી. ત્યારે આવામાં કયા આધાર પર બેંકો દ્વારા જાણકારીઓ શેર કરવામાં આવી રહી છે.

ત્યારે આ મામલે સુનાવણી કરતા મુખ્ય ન્યાયાધીશ રાજેન્દ્ર મેનન અને ન્યાયમૂર્તિ વી કે રાવની પીઠે નાણા મંત્રાલય અને રિઝર્વ બેંકને નોટિસ મોકલીને આના પર તેમનું વલણ જણાવવા માટે કહ્યું છે.