નવી દિલ્હીઃ ક્રિપ્ટો એસેટ્સ પર વિચાર કરવા માટે યોગ્ય છે અને એનો ઉપયોગ નાણાકીય સમાવેશીકરણ લાવવા માટે કરી શકાય છે. એવું ઇન્ફોસિસના ચેરમેન નંદન નિલેકણીએ રોઇટર્સ નેક્સ્ટ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. ક્રિપ્ટોકરન્સી માટે એટેસ્ટની એક ભૂમિકા હોય છે, પણ તેમણે બધા કાયદા-કાનૂનોનું પાલન કરવું પડશે અને એની ખાતરી કરવી પડશે કે પાછલા દરવાજે એ મની લોન્ડરિંગ ના બને. વળી, નાણાં બજારોમાં યુવા લોકોને પ્રવેશવા માટેનો એ દરવાજો છે, એમ તેમણે કહ્યું હતું.
નાણાકીય સમાવેશીકરણનો અર્થ સમાજના શોષિત અને ઓછી આવકવાળા લોકોને નાણાકીય સેવાઓ ઉપલબ્ધ કરાવવી. એ સાથે એ લોકોને એ સેવાઓ સસ્તી કિંમતે મળવી જોઈએ.
ક્રિપ્ટો દૈનિક લેવડદેવડ માટે ઉપલબ્ધ નથી, કારણ કે એ કરન્સીમાં ઘણી ચંચળતા છે અને એનો ટ્રાન્ઝેક્શન ખર્ચ ઊંચો છે તેમ જ એ સારી રીતે નેટવર્કવાળા સુનિયોજિત ટેક્નોક્રેટ છે, જેણે દેશના 1.3 અબજ લોકોના મજબૂત બાયોમેટ્રિક ડેટાબેઝ છે.
તેમની ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે કેન્દ્ર સરકાર ક્રિપ્ટો કરન્સીના વેપારને કાયદા હેઠળ લાવવાની યોજના બનાવી રહી છે અને ક્રિપ્ટોને એસેટ ક્લાસના રૂપમાં વર્ગીકૃત કરવા ઇચ્છી રહી છે. નવી દિલ્હીએ કહ્યું છે કે એ માત્ર કેટલીક ક્રિપ્ટોકરન્સીને ટેક્નોલોજી અને એના એના ઉપયોગને પ્રોત્સાહનની મંજૂરી આપશે.
દેશમાં 1.5 કરોડથી બે કરોડ ક્રિપ્ટો મૂડીરોકાણકારો છે, જેમની કુલ ક્રિપ્ટોનું હોલ્ડિંગ્સ 400 અબજ રૂપિયા (5.35 અબજ ડોલર) છે. વડા પ્રધાન મોદીએ ક્રિપ્ટોકરન્સી માટે કહ્યું હતું કે એના માટે બધા દેશો એકસાથે કામ કરવું જોઈએ.