રિલાયન્સ કેપિટલને નાદાર જાહેર કરવાની પ્રક્રિયા શરૂ

મુંબઈઃ આજકાલ વેપારમાં અનિલ અંબાણીના દિવસો સારા નથી ચાલી રહ્યા. તેમની આગેવાનીમાં રિલાયન્સ (ADAG) ગ્રુપની દેવાંમાં ડૂબેલી રિલાયન્સ કેપિટલ લિ.ને નાદાર જાહેર કરવા માટે રિઝર્વ બેન્કે પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ નાદારની પ્રક્રિયા RBIએ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલથી મંજૂરી માગી છે.

RBIએ કહ્યું હતું કે બેન્કે રિલાયન્સ કેપિટલ લિ. (RCL)ને નાદાર જાહેર કરવા માટે NCLTની મુંબઈ ખંડપીઠની સામે નાદાર અને નાદાર સંહિતા IBCની કેટલીક વિવિધ કલમોમાં CIRP શરૂ કરવા માટે એક અરજી દાખલ કરી છે. NCLTની પાસે દાખલ કરવામાં આવેલી RBIની અરજી પછી રિલાયન્સ કેપિટલ પર વચગાળાનો પ્રતિબંધ લાગી જશે. આમાં દેવાંમાં ડૂબેલી કંપની કોઈ પણ એસેટસનું સ્થાનાંતરણ કે વેચાણ નહીં કરી શકે.

રિલાયન્સ કેપિટલે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વાર્ષિક સામાન્ય સભામાં શેરહોલ્ડરોને જણાવ્યું હતું કે કંપની પર કુલ રૂ. 40,000 કરોડનાં દેવાં છે. પ્રાપ્ત માહિતી મુજબ કંપનીએ ચાલુ નાણાં વર્ષના બીજા ત્રિમાસિકમાં રૂ. 1156 કરોડનું નુકસાન થયું છે. કંપનીની આવક રૂ. 6001 કરોડ રહી હતી. આ સિવાય નાણાં વર્ષ 2020-21માં કંપનીને રૂ. 9287 કરોડનું નુકસાન અને કુલ આવક રૂ. 19,308 કરોડ રહી હતી.

રિઝર્વ બેન્કે 29 નવેમ્બરે કંપનીના બોર્ડને ભંગ કરી દીધું છે.એ પછી બેન્ક તરફથી બેન્ક ઓફ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ કાર્યકારી ડિરેક્ટર નાગેશ્વર રાવને એડમિનિસ્ટ્રેટરની મદદ કરશે. અનિલ અંબાણીની આગેવાનીવાળી RCL પર દેવાંની ચુકવણીમાં ચૂકની સાથે-સાથે કંપની ચલાવવાથી જોડાયેલા કેટલાય ગંભીર આરોપ છે.