મુંબઈઃ ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં શનિવારે દિવસે તારાજી સર્જાઈ હતી. જેથી માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી – બિટકોઇનનો ભાવ 24 કલાકના ગાળામાં 10 ટકા કરતાં વધારે તૂટીને 36,000 ડોલરની નીચે ઊતરી ગયો હતો. ભારતીય ઈક્વિટી માર્કેટમાં શુક્રવારે આવેલા ઘટાડાને પગલે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં પણ તેની અસર જોવા મળી હતી. એના પરથી જણાય છે કે આ વર્ષે ફેડરલ રિઝર્વ દ્વારા અનેક વખત થનારા વ્યાજદરના વધારાને અનુલક્ષીને રોકાણકારો જોખમ ધરાવતી સેટ્સમાંથી રોકાણ કાઢી રહ્યા છે.
ક્રિપ્ટોનાં વિવિધ એક્સચેન્જોમાં ઓપન ઇન્ટરેસ્ટનું વોલ્યુમ પણ ઘણું ઘટી ગયું છે. બિટકોઇન પણ નવ નવેમ્બરે 69,000 ડોલરની સપાટી પરથી ઘટીને 35,000ની આસપાસ આવી ગયો છે. જોકે આ ઘટાડો હવે બંધ થાય એવું લાગે છે, કારણ કે લોંગ પોઝિશન કરતાં શોર્ટ પોઝિશનનું લિક્વિડેશન વધી ગયું છે.
ક્રિપ્ટોવાયરે લોન્ચ કરેલો ક્રિપ્ટોકરન્સીનો પ્રથમ વૈશ્વિક ઇન્ડેક્સ – આઇસી15 14.45 ટકા (8535.66 પોઇન્ટ) ઘટીને 50,543.60 પોઇન્ટ થયો છે. નોંધનીય છે કે માર્કેટના આ રકાસ વચ્ચે પણ બ્લેકરોકે બ્લોકચેઇન ઈટીએફ શરૂ કરવા માટે અરજી કરી છે.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | ||||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક | |
59,078 પોઇન્ટ | 58,891 પોઇન્ટ | 58,891 પોઇન્ટ | 50,543 પોઇન્ટ | |
ડેટાનો સમયઃ 22-1-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |