બ્રાઝિલમાં ક્રિપ્ટોકરન્સીને માન્યતા: IC15 ઇન્ડેક્સમાં 1683 પોઇન્ટનો સુધારો

મુંબઈઃ અમેરિકામાં ફેડરલ રિઝર્વ માર્ચમાં ધારણા કરતાં ઓછા પ્રમાણમાં વ્યાજદર વધારશે એવી આશાને પગલે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સુધારાનું વલણ ચાલુ રહ્યું હતું. એક અહેવાલ મુજબ બ્રાઝિલની સેનેટે ક્રિપ્ટોકરન્સીને કાનૂની માન્યતા આપતો ખરડો પસાર કરી લીધો છે.

રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું હોવાથી વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવમાં વધારો થયો છે અને ભૂરાજકીય અનિશ્ચિતતા વધી ગઈ છે. તેને કારણે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે એની પહેલાં જ રોકાણકારોના માનસ પર વિપરીત અસર થઈ ચૂકી છે.

સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી – બિટકોઇનનો ભાવ ચોવીસ કલાકના ગાળામાં આશરે બે ટકા વધીને 38,850 ડોલરની નજીક પહોંચી ગયો છે. આ જ રીતે ઈથેરિયમમાં સાત ટકાના ઉછાળા સાથે ભાવ 2755 ડૉલર પર પહોંચ્યો છે.

ક્રિપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સૌપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શનિવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ઇન્ટ્રા-ડે ધોરણે 4,151 પોઇન્ટનો ઉતારચઢાવ થયા બાદ 3.05 ટકા (1683 પોઇન્ટ) વધીને 56,833 પોઇન્ટ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સ 55,150 ખૂલીને 58,833 સુધીની ઊંચી અને 54,682 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ

ખૂલેલો આંક ઉપલો આંક નીચલો આંક બંધ આંક
55,150 પોઇન્ટ

 

58,833 પોઇન્ટ

 

54,682 પોઇન્ટ

 

56,833

 

ડેટાનો સમયઃ 26-2-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)

 

 

Chitralekha, Gujarati News, Latest Gujarati News Online, gujarati news paper, Ahmedabad, Mumbai, India

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]