નવી દિલ્હીઃ વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારાને લીધે દેશમાં નાણાકીય વર્ષ 2022ના પહેલા ત્રિમાસિક ગાળામાં ક્રૂડ ઓઇલના આયાત બિલમાં આશરે ત્રણ ગણો વધારો થયો છે, જેથી કેન્દ્રની ચિંતાઓમાં વધારો થયો છે.
નાણાકીય વર્ષ 2022ના પહેલા ત્રિમાસિક ગાળાને અંતે ફ્યુઅલ આયાત બિલ 24.7 અબજ ડોલર રહ્યું હતું, જે એક પહેલાં 8.5 અબજ ડોલર હતું. જોકે વોલ્યુમ ગ્રોથની દ્રષ્ટિએ જૂન ત્રિમાસિકમાં 14.7 ટકાનો વધારો થયો હતો, જે 5.14 કરોડ ટન હતી.
ક્રૂડના આયાત બિલમાં ઝડપથી વધારો થયો છે. ઘરેલુ ફ્યુઅલ વપરાશ હજી પણ કોવિડ પહેલાંના સ્તરે નથી પહોંચ્યો.ચાલુ નાણાકીય વર્ષમાં માર્ચ સુધીમાં આયાત બિલ 100 અબજ ડોલરથી વધુએ પહોંચવાની અપેક્ષા છે.
ભારતે વર્ષ 2020-21માં 62.7 અબજ ડોલરનું 19.8 કરોડ ક્રૂડ ઓઇલ ટનથી વધુ આયાત કરવામાં આવ્યું હતું.જૂન ત્રિમાસિકમાં રોગચાળાની બીજી લહેરના પ્રસારને અટકાવવા માટે વિવિધ રાજ્યોમાં લોકડાઉનને કારણે સ્થાનિક સ્તરે વેચાણમાં ઘટાડો થયો હતો.
એપ્રિલમાં પેટ્રોલિયમ પ્રોડક્ટનો સ્થાનિક વપરાશ 9.28 ટકા ઘટીને 1.70 કરોડ ટન થઈ ગઈ હતી. મે, 2021માં એ વધુ ઘટીને 1.51 કરોડ ટન અને જૂનમાં રિકવર થઈને 1.63 કરોડ ટનનો વપરાશ થયો હતો. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ બે મહિના કોરોની બીજી લહેરની ચપેટમાં હતા. ક્રૂડ ઓઇલનો હાલમાં પ્રતિ બેરલ 70 ડોલરની આસપાસ ચાલી રહ્યા છે.