મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં રકાસ યથાવત્ રહેતાં બિટકોઇન 42,000 ડૉલરની સપાટીની નીચે પહોંચી ગયો છે. વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે અને ફેડરલ રિઝર્વ મોટા પ્રમાણમાં વ્યાજદરમાં વધારો કરે એવી ભીતિ સેવાઈ રહી છે.
આવામાં યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે રશિયાએ કરેલા હુમલામાં હજારો લોકોનાં મોત થયાં છે. યુરોપિયન દેશોએ રશિયાથી ઓઇલ અને ગૅસની ખરીદી પર પ્રતિબંધ મૂકવા બાબતે ચર્ચાને આગળ વધારી છે. જોકે, જર્મનીએ આ પગલાની ગંભીર આર્થિક અસરને જોતાં તેનો વિરોધ કર્યો છે.
માર્કેટ કૅપિટલાઇઝેશનની દૃષ્ટિએ સૌથી મોટી ક્રીપ્ટોકરન્સી – બિટકોઇનનો ભાવ ચોવીસ કલાકના ગાળામાં લગભગ 1.6 ટકા ઘટીને 41,900 ડોલરની નજીક પહોંચી ગયો છે. ઈથેરિયમમાં 4 ટકાનો ઘટાડો થઈને ભાવ 3,100 ડોલરની આસપાસ ચાલી રહ્યો છે.
દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 3.75 ટકા (2,390 પોઇન્ટ) ઘટીને 61,190 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 63,580 ખૂલીને 65,051 સુધીની ઉપલી અને 60,911 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
63,580 પોઇન્ટ | 65,051 પોઇન્ટ | 60,911 પોઇન્ટ | 61,190
પોઇન્ટ |
ડેટાનો સમયઃ 11-4-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |