કોર્ટે મની લોન્ડરિંગ મામલે ચિત્રા રામકૃષ્ણના જામીન ફગાવ્યા

નવી દિલ્હીઃ દિલ્હીની સ્પેશિયલ કોર્ટે NSEના મની લોન્ડરિંગ મામલે ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને CEOની જામીન અરજી ફગાવી દીધી હતી. આ મામલો ગેરકાયદે રીતે ફોન ટેપ કરવાનો અને NSEના કર્મચારીઓની જાસૂસી કરાવા સંબંધી જોડાયેલો છે. સ્પેશિયલ કોર્ટના જસ્ટિસ સુનૈના શર્માએ જામીન અરજી ફગાવતાં કહ્યું હતું કે આ તબક્કે જામીન આપી શકાય નહીં.

આ કેસની સુનાવણી દરમ્યાન EDએ જામીન અરજીનો વિરોધ કરતાં કહ્યું હતું કે આ કસેની તપાસ ચાલુ છે અને તે સીધી કે આડકતરી રીતે ગુનામાં સામેલ છે.  વર્ષ 2009થી 2017 દરમ્યાન ભૂતપૂર્વ NSE CEO રવિ નરેન, રા4મકૃષ્ણા, એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ રવિ વારાણસી અને પ્રીમાઇસિસના હેડ મહેશ હલ્દિપુર અને અન્યોએ NSEના પીરિયોડિક સ્ટડી ઓફ સાઇબર વલ્નરબિલિટીઝની આડમાં મંજૂરી લીધા વગર કર્મચારીઓના ફોન કોલ સાંભળ્યા હતા, એમ EDએ જણાવ્યું હતું. CBIએ મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડે અને તેમની કંપની આઇસેક સિક્યોરિટીઝ અને રામકૃષ્ણા સહિત અન્ય લોકો પર નોંધેલા FIRને આધારે ED હાલનો કેસ ચાલી રહ્યો છે.

આ નવો ભ્રષ્ટાચારનો કેસ NSEના કો-લોકેશન કૌભાંડ સાથે સંકળાયેલો છે, જેમાં એજન્સીએ આરોપ મૂક્યો હતો કે આઇસેક સિક્યોરિટીએ NSEના કેટલાક કર્મચારીઓના ફોન ગેરકાયદે રીતે ટેપ કર્યા હતા અને એની વિગતો આરોપીને પૂરી પાડી હતી. EDના જણાવ્યાનુસાર કર્મચારીઓના ફોન ટેપિંગ રામકૃષ્ણના નિર્દેશ અનુસાર કરવામાં આવ્યા હતા. આ કેસમાં હાલમાં કોર્ટે ભૂતપૂર્વ મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેના જામીન પણ નકાર્યા હતા.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]