મુંબઈ તા.29 ડિસેમ્બર, 2021: બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 357મી કંપની તરીકે ક્લેરા ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ લિસ્ટ થઈ છે.ક્લેરા ઈન્ડસ્ટ્રીઝે રૂ.10ની મૂળ કિંમતના 7,02,000 ઈક્વિટી શેર્સ રૂ.43ના ભાવે જનતાને ઓફર કર્યા હતા. કુલ રૂ.3.02 કરોડનો આ પબ્લિક ઈશ્યુ 21 ડિસેમ્બર, 2021એ સફળતાપૂર્વક પૂરો થયો હતો.
ક્લેરા ઈન્ડસ્ટ્રીઝ ઉત્તર પ્રદેશસ્થિત કંપની છે, જેના રજિસ્ટર્ડ ઓફિસ સહારનપુર ખાતે આવેલી છે.કંપની ફ્લેક્સિબલ પ્લાસ્ટિક પેકેજિંગ સોલ્યુશન્સ તેના ક્લાયન્ટ્સને પૂરાં પાડે છે. કંપની એફએમસીજી, કંઝ્યુમર પ્રોડક્ટ્સ, હાર્ડવેર ટૂલ્સ, હોસ્પિટાલિટી, હાઉસકીપિંગ, ફાર્માસ્યુટિકલ્સ, ક્લોધિંગ એન્ડ હોઝિટરી, ખાદ્ય તેલો, મીઠું અને ખાંડ એમ વિવિધ ક્ષેત્રે કાર્યરત છે. કંપની હાઈ-એન્ડ મલ્ટીલેયર પ્લાસ્ટિક્સ બેગ્સ, મપ્લિલેયર પ્લાસ્ટિક રોલ્સના ઉત્પાદન અને સપ્લાય માટે જાણીતી છે.
મુંબઈ સ્થિત ગ્રેટેક્સ કોર્પોરેટ સર્વિસીસ લિમિટેડ ક્લેરા ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના પબ્લિક ઈશ્યુની લીડ મેનેજર હતી.
અત્યાર સુધીમાં બીએસઈ એસએમઈ પરથી 127 કંપનીઓ સ્થળાંતર કરી ચૂકી છે. આ પ્લેટફોર્મ પર લિસ્ટેડ 356 કંપનીઓએ બજારમાંથી રૂ.3,782.3 કરોડ એકત્ર કર્યા છે અને આ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન 28 ડિસેમ્બર, 2021ના રોજ રૂ.45,587.61 કરોડ થયું હતું. બીએસઈ આ પ્લેટફોર્મના ક્ષેત્રે 61 ટકા હિસ્સા સાથે મોખરે છે.