સીડીએસએલનું આઇપીએફ ઇન્ડિયા ઇન્ટરનૅશનલ ટ્રેડ-ફેરમાં સહભાગી બન્યું

મુંબઈઃ ભારતની એકમાત્ર લિસ્ટેડ ડિપોઝિટરી – સીડીએસએલ (સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ લિ.) એ પોતાના ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ (આઇપીએફ) મારફતે 41મા ઇન્ડિયા ઇન્ટરનૅશનલ ટ્રેડ ફેરમાં હિસ્સો લીધો છે. આ ટ્રેડ ફેર ગઈ કાલથી શરૂ થયો છે અને 27મી નવેમ્બર સુધી ચાલવાનો છે.

‘નિવેશ કા અમૃતકાલ’ એ વિષય સાથેના ઉક્ત કાર્યક્રમનું આયોજન સેબી, સ્ટોક એક્સચેન્જીસ, ડિપોઝિટરીઝ તથા મૂડીબજારના અન્ય મધ્યસ્થીઓના સહયોગથી ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશને કર્યું છે.

સીડીએસએલનો ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડે ટ્રેડ ફેરમાં ભાગ લેવા પાછળનો ઉદ્દેશ્ય રિટેલ રોકાણકારોને મૂડીબજારમાં રોકાણ કરવા માટે ઉપલબ્ધ સાધનો વિશે માહિતગાર કરવાનો છે, જેથી તેઓ ‘આત્મનિર્ભર’ રોકાણકાર બની શકે.

સીડીએસએલના એમડી-સીઈઓ નેહલ વોરાનું કહેવું છે કે મૂડીબજારની સેવાઓ દેશના ખૂણેખૂણે પહોંચે એવો સીડીએસએલનું લક્ષ્ય છે.