મુંબઈ તા.27 એપ્રિલ, 2023: એશિયાની સૌપ્રથમ અને એકમાત્ર લિસ્ટેડ ડિપોઝિટરી સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઈન્ડિયા) લિમિટેડ (સીડીએસએલ)એ જાહેર કર્યું છે કે તે એકાઉન્ટ એગ્રેગેટર (એએ) ફ્રેમવર્ક પર ફાઈનાન્સિયલ ઈન્ફોર્મેશન પ્રોવાઈડર (એફઆઈપી) તરીકે જોડાનારી પ્રથમ ડિપોઝિટરી બની છે. ડિપોઝિટરીની એફઆઈપી તરીકેની કામગીરી લાઈવ થઈ ચૂકી છે અને આ અંગેની સંપૂર્ણ માહિતી સીડીએસએલની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
એકાઉન્ટ એગ્રેગેટર ફ્રેમવર્ક એવી ડેટા શેરિંગ સિસ્ટમ છે, જે ક્રેડિટ અને અન્ય નાણાકીય સર્વિસીસની પ્રાપ્તિ માટે જરૂરી છે. ગ્રાહક તરીકે તમે તમારો ડેટા કોની સાથે અને કેટલો સમય શેર કરવા માગો છો એ નક્કી કરી શકો છો. એફઆઈપી તરીકે ગ્રાહકોના નાણાકીય ડેટાનું વ્યવસ્થાપન કરતી સંસ્થાઓ જેવી કે બેન્કો, મ્યુચ્યુઅલ ફંડ્સ, પેન્શન ફંડ્સ વગેરે કામ કરે છે.