મુંબઈઃ નવું ઘર ખરીદવા માટે રોકાણ આધારિત કેપિટલ ગેઈન ટેક્સમાં મળનારી છૂટ પર માત્ર એટલા માટે પ્રતિબંધ લગાવી શકતી નથી. કારણ કે કરદાતાએ નવું ઘર ખરીદવા માટે હોમ લોન પણ લીધી હોય છે. આ સ્પષ્ટીકરણ ઈન્કમ ટેક્સ અપેલટ ટ્રિબ્યૂનલની કોલકત્તા બેન્ચે આપ્યું છે. ઈન્કમ ટેક્સ એક્ટ અંતર્ગત કેપિટલ ગેઈનના વર્તુળમાં આવે છે.
જો કોઈએ ઓછામાં ઓછા બે વર્ષ સુધી પોતાની માલિકીવાળા ઘરને વેચીને પ્રોફીટ કર્યો હોય તો તે પ્રોફીટની રકમને એલટીસીજી માનવામાં આવશે. આ રકમ પર 20 ટકા ટેક્સ લાગે છે, જો કે કરદાતાને આમાં ઈન્ડેક્સેશનનો લાભ પણ પ્રાપ્ત થાય છે. એટલે કે એલટીસીજી ટેક્સ વસૂલીના ફોર્મ્યુલા અંતર્ગત કરતાદાને થયેલા કુલ ફાયદા પર ટેક્સ જોડતા સમયે રોકાણ અને વેચાણ વચ્ચેના વર્ષોમાં વધેલી મોંઘવારીને ધ્યાનમાં રાખવામાં આવે છે અને ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ મોંઘવારી દર અનુસાર કુલ ટેક્સની રકમમાં કપાત કરી આપે છે. આ પ્રકારે કરદાતાને ઈન્ડેક્સેશન બેનિફિટ પ્રાપ્ત થાય છે.
આવકવેરાના કાયદાની કલમ 54 અંતર્ગત રોકાણ આધારિત મૂડીગત લાભ પર ટેક્સ છૂટ આપવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ દેશમાં નિર્ધારિત સમય મર્યાદાની અંદર અન્ય મકાન ખરીદે છે તે પહેલા મકાનના વેચાણથી થયેલા લાભમાંથી બીજા મકાનની ખરીદીની રકમ ઘટાડી દેવામાં આવે છે. અને ત્યારબાદ જે રકમ વધે છે તેને જ ટેક્સ યોગ્ય માનવામાં આવે છે. તો આ પ્રકારે પહેલા મકાનના વેચાણથી થયેલા લાભ પર ટેક્સમાં મોટી રાહત પ્રાપ્ત થાય છે. જો પહેલા મકાનના વેચાણથી થયેલા લાભની રકમ બરાબર અથવા તે રકમથી વધારે કીમતનું બીજુ ઘર ખરીદી લેવામાં આવે તો ટેક્સ સ્વરૂપે એક રૂપિયો પણ આપવો પડતો નથી. એટલે કે પહેલા મકાનના વેચાણથી થયેલા લાભની પુરી રકમ ટેક્સ ફ્રી થઈ જાય છે.